ગઈ કાલે ICCના નવા ચૅરમૅન ૨૦૩૨ની ઑલિમ્પિક્સના ટોચના અધિકારીઓને મળ્યા
બ્રિસબેન ઑલિમ્પિક્સ 2032ની આયોજક કમિટી સાથે ICCના નવા ચૅરમૅન જય શાહ
૨૦૨૮માં લૉસ ઍન્જલસમાં આયોજિત ઑલિમ્પિક્સથી ક્રિકેટ ૧૨૮ વર્ષ બાદ રમતના મહાકુંભમાં વાપસી કરી રહ્યું છે. ઑસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં ૨૦૩૨માં આયોજિત ઑલિમ્પિક્સમાં ક્રિકેટના સમાવેશની હજી પુષ્ટિ થઈ નથી. આ બધા વચ્ચે ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ICCના નવા ચૅરમૅન જય શાહ ગઈ કાલે બ્રિસબેન પહોંચીને બ્રિસબેન ઑલિમ્પિક્સની આયોજક કમિટીના ટોચના અધિકારીઓને મળ્યા હતા. તેમણે ૨૦૩૨માં પણ ક્રિકેટનો સમાવેશ કરવાની શક્યતા વિશે ચર્ચા કરી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ સેક્રેટરી ૧૪ ડિસેમ્બરથી બ્રિસબેનના ધ ગૅબામાં આયોજિત ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમનો ઉત્સાહ વધારવા પહોંચશે એવી પૂરેપૂરી સંભાવના છે.