ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર ઈયાન હીલીએ આપ્યો ગુરુમંત્ર
વિરાટ કોહલી, ઈયાન હીલી
ભારત સામે ઘરઆંગણે સતત ત્રીજી બૉર્ડર-ગાવસકર ટ્રોફી હારવાના ડર વચ્ચે ઑસ્ટ્રેલિયન બોલર્સને ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર ઈયાન હીલીનો ગુરુમંત્ર મળ્યો છે. એક રેડિયો-શોમાં ૬૦ વર્ષના હીલીએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે ઑસ્ટ્રેલિયન બોલર્સે વિરાટના ફ્રન્ટ પૅડને નિશાન બનાવવાનું ચાલુ રાખવું જોઈએ. તે તેના આગળના પગનો ઘણો ઉપયોગ કરે છે અને ત્યાંથી ગમે ત્યાંથી બૉલ રમી શકે છે. તે આવા બૉલ પર ડિફેન્ડ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. તે ગતિને આગળ વધારવા માટે આતુર હશે અને આપણા બોલરો આગળના પૅડને નિશાન બનાવી શકે છે.’
ઑસ્ટ્રેલિયન વિમેન્સ ટીમની કૅપ્ટન અલીઝા હીલીના અંકલ ઈયાન હીલીએ એ પણ સૂચન કર્યું હતું કે જો આ યોજના કામ ન કરે તો બોલરે કોહલીના શરીરને નિશાન બનાવીને બોલિંગ કરવી જોઈએ. કોહલી ઘણા સમયથી ટેસ્ટ-મૅચોમાં સંઘર્ષ કરી રહ્યો છે. જોકે ઑસ્ટ્રેલિયામાં તેનો રેકૉર્ડ શાનદાર રહ્યો છે.
ADVERTISEMENT
આૅસ્ટ્રેલિયન બોલર્સ સામે કોહલીનો ટેસ્ટ-રેકૉર્ડ
નૅથન લાયન : ૧૦૨૮ બૉલમાં ૫૨૯ રન, સાત વાર આઉટ
પૅટ કમિન્સ : ૨૬૯ બૉલમાં ૯૬ રન, પાંચ વાર આઉટ
મિચલ સ્ટાર્ક : ૩૯૪ બૉલમાં ૨૩૬ રન, ચાર વાર આઉટ
જોશ હેઝલવુડ : ૩૩૫ બૉલમાં ૧૬૭ રન, ત્રણ વાર આઉટ
સ્કૉટ બોલૅન્ડ : ૩૬ બૉલમાં ૧૦ રન, એક વાર આઉટ
મિચલ માર્શ : ૬૫ બૉલમાં ૨૯ રન, આઉટ નથી કર્યો