સુનીલ ગાવસકરે આગામી પાંચ ટેસ્ટની બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં વિરાટ કોહલીના સારા પ્રદર્શનની આશા વ્યક્ત કરી છે. સ્ટાર સ્પોર્ટ્સને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે ‘વિરાટ ન્યુ ઝીલૅન્ડ સામે રન બનાવી શક્યો નથી એથી તે રનનો ભૂખ્યો હશે
સુનીલ ગાવસકર
સુનીલ ગાવસકરે આગામી પાંચ ટેસ્ટની બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં વિરાટ કોહલીના સારા પ્રદર્શનની આશા વ્યક્ત કરી છે. સ્ટાર સ્પોર્ટ્સને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે ‘વિરાટ ન્યુ ઝીલૅન્ડ સામે રન બનાવી શક્યો નથી એથી તે રનનો ભૂખ્યો હશે. છેલ્લી વખત ઍડીલેડ ટેસ્ટમાં જ્યારે સમગ્ર ભારતીય ટીમ બીજી ઇનિંગ્સમાં ૩૬ રનમાં આઉટ થઈ ગઈ હતી ત્યારે પહેલી ઇનિંગ્સમાં કોહલીએ રનઆઉટ થતાં પહેલાં ૭૦થી વધુ રન બનાવ્યા હતા. પર્થમાં ૨૦૧૮-’૧૯માં તેણે શાનદાર ટેસ્ટ-સેન્ચુરી ફટકારી હતી. આ ઇનિંગ્સ તેને વધારાનો આત્મવિશ્વાસ આપશે. શરૂઆતમાં નસીબની જરૂર છે અને જો તેને સારી શરૂઆત મળશે તો તે મોટી ઇનિંગ્સ રમશે.’
પર્થના મેદાન પર કોહલીનો ટેસ્ટ-રેકૉર્ડ
મૅચ ૦૨
ઇનિંગ્સ ૦૪
રન ૨૫૯
બૉલ ૫૧૪
સેન્ચુરી ૦૧
ફિફ્ટી ૦૧
ચોગ્ગા ૩૦
છગ્ગા ૦૧
ઍવરેજ ૬૪.૮
સ્ટ્રાઇક-રેટ ૫૦.૪