ઇન્ડિયા A સામેની બે ટેસ્ટમાં કૅપ્ટન્સી કરીને ઑસ્ટ્રેલિયા Aની સતત બે જીત સુનિશ્ચિત કરનાર નૅથન મૅકસ્વીની એક ઑલરાઉન્ડર છે.
જસપ્રીત બુમરાહ
ડેવિડ વૉર્નરના રિટાયરમેન્ટ બાદ ઓપનિંગ બૅટરના સ્થાન માટે ઑસ્ટ્રેલિયાના પચીસ વર્ષના નૅથન મૅકસ્વીનીને પર્થ ટેસ્ટની સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવ્યો છે. ઇન્ડિયા A સામેની બે ટેસ્ટમાં કૅપ્ટન્સી કરીને ઑસ્ટ્રેલિયા Aની સતત બે જીત સુનિશ્ચિત કરનાર નૅથન મૅકસ્વીની એક ઑલરાઉન્ડર છે.
તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘જસપ્રીત બુમરાહની બોલિંગ ઍક્શન અનોખી છે. તે દુનિયાના બેસ્ટ બોલર્સમાંથી એક છે. તેની બોલિંગ ઍક્શનની નકલ કરવી મુશ્કેલ છે. હું તેનો સામનો કરવા આતુર છું. મેં તેની બોલિંગની ક્લિપ્સ જોઈ છે અને તેનો સામનો કરવા માટે હું માનસિક રીતે મારી જાતને તૈયાર કરી રહ્યો છું. નવા બોલરનો સામનો કરવો થોડો પડકારજનક છે અને માત્ર ઍક્શન જોઈને એની તૈયારી કરી શકાતી નથી. હું છેલ્લા એક મહિનાથી સારી બૅટિંગ કરી રહ્યો છું અને મારી તૈયારી મજબૂત છે. મારે હજી ઘણું શીખવાનું છે અને હું ટેસ્ટ-ક્રિકેટના પડકારો વિશે શીખવા માટે ઉત્સુક છું. હું મારું સર્વશ્રેષ્ઠ આપીશ.’
ADVERTISEMENT
નૅથન મેકસ્વીનીનો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો રેકૉર્ડ
મૅચ ૩૪
ઇનિંગ્સ ૬૭
રન ૨૨૫૨
ફિફ્ટી ૧૨
સેન્ચુરી ૦૬
વિકેટ ૧૮ (૩૦ ઇનિંગ્સ)