Border Gavaskar Trophy 2024: ઑસ્ટ્રેલિયામાં સિરીઝ જીતવા માટે ભારતના બુમરાહ અને પંતે ઈજામુક્ત અને ટોચના ફૉર્મમાં રહેવું પડશે.
Border Gavaskar Trophy 2024
જસપ્રીત બૂમરાહ, ઇયાન ચૅપલ અને રિષભ પંત
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન ઇયાન ચૅપલે નવેમ્બરમાં રમાનારી બૉર્ડર-ગાવસકર ટ્રોફી વિશે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. ૮૦ વર્ષના ઇયાન ચૅપલે કહ્યું હતું કે ‘ભારતની પ્રાથમિકતા એ રહેશે કે તેના મોટા ભાગના ખેલાડીઓ ફૉર્મમાં રહે અને તેમને કોઈ મોટી ઈજા ન થાય. જોકે ભારત માટે સૌથી મહત્ત્વની બાબત એ છે કે જસપ્રીત બુમરાહ અને રિષભ પંત ફૉર્મમાં રહે અને ઈજાઓથી મુક્ત રહે. ભયાનક કાર-ઍક્સિડન્ટ બાદ પંતે જે રીતે ટેસ્ટમાં પુનરાગમન કર્યું એ શાનદાર છે. તે ભારતીય બૅટિંગ લાઇન-અપમાં મહત્ત્વનો વિકેટકીપર-બૅટ્સમૅન છે અને જો તે ઑસ્ટ્રેલિયન પ્રવાસમાં ફૉર્મમાં રહેશે તો ટીમનું મનોબળ વધશે.’