Border Gavaskar Trophy 2024 1st Test: 15 ટૅસ્ટ મૅચો બાદ જયસ્વાલ કુલ 1568 રન સાથે ઇતિહાસનો ચોથો બૅટ્સમૅન બની ગયો છે. આ સાથે કેએલ રાહુલે પણ બીજી ઈનિંગ્સમાં 176 બૉલમાં 77 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી.
પર્થમાં વિરાટ કોહલીની સેન્ચુરી (તસવીર: BCCI સોશિયલ મીડિયા)
બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024 ની પહેલી ટૅસ્ટ મૅચનો (Border Gavaskar Trophy 2024 1st Test) આજે ત્રીજો દિવસ પૂર્ણ થયો છે. પહેલી ઇનિંગ્સમાં ભારતીય ટીમ માંડ 150 રન બનાવવીને ઑલ આઉટ થઈ હતી તો કાંગારૂઓ એટલે ઑસ્ટ્રેલિયા પણ માત્ર 104 રનમાં ઑલ આઉટ થઈ હતી, જોકે બીજી ઇનિંગ્સમાં ભારતના બૅટરોએ રનોનો ઢગલો કરતાં 487 પર છ વિકેટ ગુમાવીને ઇનિંગ્સ ડિક્લેર કરીને 522 રનનો ટાર્ગેટ કાંગારૂઓને આપ્યો છે. ભારતની આ ઇનિંગ્સ દરમિયાન રનના ઢગલા સાથે ભારતના દિગ્ગજ બૅટરોએ અનેક રેકોર્ડ પણ પોતાના નામે કરી દીધા છે.
Century by @imVkohli and in comes the declaration from Captain Bumrah.#TeamIndia lead by 533 runs.
— BCCI (@BCCI) November 24, 2024
Scorecard - https://t.co/gTqS3UPruo… #AUSvIND pic.twitter.com/sdJYZWMQ9Z
ADVERTISEMENT
ભારતીય ટીમના પૂર્વ કૅપ્ટન વિરાટ કોહલીએ ટૅસ્ટમાં (Border Gavaskar Trophy 2024 1st Test) ઈતિહાસ રચ્યો છે. તેણે ઑસ્ટ્રેલિયા સામે પર્થ ટૅસ્ટમાં સદી ફટકારીને સર ડૉન બ્રૅડમૅનનો રેકોર્ડ તોડ્યો હતો. કોહલીએ પર્થ ટૅસ્ટના ત્રીજા દિવસે 24 નવેમ્બર આ સિદ્ધિ મેળવી હતી. કોહલીએ પર્થ ટૅસ્ટમાં તેના કરિયરની 30મી ટૅસ્ટ સેન્ચુરી ફટકારી હતી અને ટૅસ્ટ ક્રિકેટમાં સર ડૉન બૅડમૅનને પાછળ છોડી દીધા છે, જેમણે 29 સદી ફટકારી હતી. કોહલીએ કારકિર્દીની 202મી ઇનિંગમાં આ સદી ફટકારી છે. સાથે જ તેની કારકિર્દીની 30મી ટૅસ્ટ સદી ફટકાર્યા બાદ કોહલી આ મામલે મેથ્યુ હેડન અને શિવનારાયણ ચંદ્રપોલની બરાબરી પર આવી ગયો છે.
કોહલીએ પર્થ ટૅસ્ટમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે સદી ફટકારવા માટે 143 બોલનો સામનો કર્યો હતો. તે 100 રન બનાવીને અણનમ રહ્યો હતો. કોહલીએ સદી ફટકારતા જ ભારતીય દાવ 6 વિકેટે 487 રન પર ડિકલેર કરી દીધો હતો. આ રીતે ભારતીય ટીમે પર્થ ટૅસ્ટમાં ઑસ્ટ્રેલિયાને (Border Gavaskar Trophy 2024 1st Test) 534 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કોહલીની આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની 81મી સદી હતી. સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદીના મામલે કોહલી બીજા સ્થાને છે. સચિન તેંડુલકર 100 સદી સાથે ટોચ પર છે. કોહલીએ પર્થ ટૅસ્ટમાં 143 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 સિક્સર અને 8 ફોર ફટકારી હતી.
યશસ્વી જયસ્વાલે પણ 150 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ
Hello Australia ??
— BCCI (@BCCI) November 24, 2024
KING KOHLI has brought up his 7th Test century on Aussie soil and second at the Perth Stadium. A classic knock from the champion batter ??
Live - https://t.co/gTqS3UPruo… #AUSvIND | @imVkohli pic.twitter.com/QHMm7vrhcw
પર્થમાં યશસ્વી જયસ્વાલે તેના કરિયરની 15મી ટૅસ્ટ મૅચ છે. અને આટલી બધી મૅચો પછી, ભારતીય ક્રિકેટમાં તેની પહેલા જો કોઈ બૅટ્સમેને સૌથી વધુ રન બનાવ્યા હોય, તો તે ન તો ગાવસ્કર હતો, ન સચિન તેન્ડુલકર કે ન તો વિરાટ કોહલી. તેના પહેલા, આ પરાક્રમ વિજય હઝારે (Border Gavaskar Trophy 2024 1st Test) દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ હવે જયસ્વાલે તેને કબજે કરી લીધું છે અને સર ડૉન બ્રૅડમેન ક્લબમાં જોડાઈ ગયો છે. હવે 15 ટૅસ્ટ મૅચો બાદ જયસ્વાલ કુલ 1568 રન સાથે ઇતિહાસનો ચોથો બૅટ્સમૅન બની ગયો છે. આ સાથે કેએલ રાહુલે પણ બીજી ઈનિંગ્સમાં 176 બૉલમાં 77 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી.