બૉમ્બે જિમખાનાએ મયૂર બરાડેની ૭૨ રનની શાનદાર ઇનિંગ્સના લીધે ૧૮.૪ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને વિજય મેળવી લીધો હતો.
નિશીથ ગોળવાલા, મથુરાદાસ ભાનુશાળી, પ્રશાંત કારિયા, નલિન મહેતા, નીતિન ઉપાધ્યાય તેમ જ ક્રિકેટ સબ-કમિટીના સભ્યો સાથે વિનર અને રનર-અપ ટીમ.
ઘાટકોપર જૉલી જિમખાનાની ક્રિકેટ સબ-કમિટી દ્વારા આયોજિત ઇન્ટર ક્લબ T20 ટુર્નામેન્ટની ૧૩મી સીઝનમાં સતત બીજા વર્ષે બૉમ્બે જિમખાના ચૅમ્પિયન બન્યું છે. રવિવાર, ૨૩ માર્ચે રમાયેલી ફાઇનલમાં બૉમ્બે જિમખાનાએ યજમાન ઘાટકોપર જૉલી જિમખાનાની ટીમ સામે ચાર વિકેટથી વિજય મેળવ્યો હતો. પ્રથમ બૅટિંગ કરતાં ઘાટકોપર જૉલી જિમખાનાની ટીમે ઓમકાર પાટણકરની ૬૨ રનની ઇનિંગ્સના જોરે ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૫૯ રન બનાવ્યા હતા. બૉમ્બે જિમખાનાએ મયૂર બરાડેની ૭૨ રનની શાનદાર ઇનિંગ્સના લીધે ૧૮.૪ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને વિજય મેળવી લીધો હતો.
ઇન્ટર ક્લબ ટુર્નામેન્ટની આ ૧૩મી સીઝનમાં ઘાટકોપર જૉલી જિમખાનાની બે ટીમો ઉપરાંત બૉમ્બે જિમખાના, ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા, ચેમ્બુર જિમખાના, પી. જે. હિન્દુ જિમખાના, ગરવારે ક્લબ હાઉસ અને માટુંગા જિમખાના એક કુલ ૮ ક્લબ સામેલ થઈ હતી. ૧૫ અને ૧૬ માર્ચે નૉક-આઉટ રાઉન્ડ બાદ બાવીસમી માર્ચે સેમી-ફાઇનલના જંગ બાદ ઘાટકોપર જૉલી જિમખાના અને બૉમ્બે જિમખાનાએ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ADVERTISEMENT
પ્લેયર ઑફ ધ સિરીઝ સંજય સંઘવી (૮ વિકેટ અને ૧૮ રન), બેસ્ટ બૅટર મયૂર બરાડે (૧૨૧ રન) અને બેસ્ટ બોલર અંશુ યાદવ (૮ વિકેટ) જાહેર થયા હતા.
ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા વિવિધ ટુર્નામેન્ટનું આયોજન ચૅરમૅન રજનીકાંત શાહ, મૅનેજિંગ ટ્રસ્ટી મનોજ અજમેરા, સેક્રેટરી મુકેશ બદાણી તેમ જ પરેશ શાહ, ટ્રસ્ટીઓ અને મૅનેજિંગ કમિટી મેમ્બર્સના માર્ગદર્શન હેઠળ નિશીથ ગોળવાલા, મથુરાદાસ ભાનુશાલી, નીતિન ઉપાધ્યાય અને ક્રિકેટ સબ-કમિટીના નેજા હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે.

