બીસીસીઆઇના સચિવ જય શાહે સ્પષ્ટ કરી દીધું છે કે ભારત વર્ષ 2023માં એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. પહેલા એવી ચર્ચા હતી કે ટીમ ઈન્ડિયા આ સીરિઝ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરી શકે છે.
ટીમ ઇન્ડિયા (ફાઈલ તસવીર)
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડ (BCCI)માં ચાલતા આંતરિક ફેરફાર વચ્ચે ભારતીય ટીમ (Team India) સાથે જોડાયેલી એક મહત્વની વાત સામે આવી છે. બીસીસીઆઇના (BCCI) સચિવ જય શાહે (Jay Shah) સ્પષ્ટ કરી દીધું છે કે ભારત વર્ષ 2023માં એશિયા કપ માટે પાકિસ્તાનનો (Pakistan) પ્રવાસ નહીં કરે. પહેલા એવી ચર્ચા હતી કે ટીમ ઈન્ડિયા આ સીરિઝ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરી શકે છે.
મંગળવારે બીસીસીઆઇની એજીએમમાં અનેક મહત્વના વિષયો પર ચર્ચા કરવામાં આવી. આમાંથી જ એક એશિયા કપ 2023નો વિષય પણ રહ્યો. જય શાહ બીસીસીઆઇના સચિવ હોવાની સાથે-સાથે એશિયલ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ પણ છે.
ADVERTISEMENT
તેમણે નિવેદન આપ્યું છે કે અમે નક્કી કર્યું છે કે અમે એશિયા કપ માટે પાકિસ્તાન નહીં જઈએ, એશિયા કપ માટે કોઈ ચોક્કસ વેન્યૂ નવી વાત નથી. જણાવવાનું કે ટી-20 વર્લ્ડ કપ પહેલા આ વર્ષનું એશિયા કપ ખતમ થયું છે, જ્યાં શ્રીલંકા ચેમ્પિયન બન્યું હતું. આ એશિયા કપ યૂએઇમાં થયું હતું, આ પહેલા શ્રીલંકામાં થવાનું હતું પણ ત્યાં સ્થિતિ ખરાબ હોવાને કારણે આને યૂએઇ શિફ્ટ કરવું પડ્યું હતું.
જો ટીમ ઇન્ડિયા પાકિસ્તાન ન જવાનો નિર્ણય લે છે, ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડ માટે આ એક મોટો ઝટકો હશે. પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડ હોસ્ટ તરીકે અહીં ઘણી કમાણી કરી શક્યું હોત, પણ હવે તેને નુકસાનની જેમ જોશે. કારણકે જો ટીમ ઇન્ડિયા પીછેહઠ કરે છે તો, ત્યારે વેન્યૂ બદલવું ફરજિયાત થઈ જશે.
આ પણ વાંચો : Roger Binny બન્યા બીસીસીઆઇના નવા અધ્યક્ષ, સૌરવ ગાંગુલીની વિદાય
જો બીસીસીઆઇના એજીએમની વાત કરીએ તો આ મહત્વની બેઠકમાં અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે, જેમાં બૉર્ડને નવા અધ્યક્ષનું મળવું પણ સામેલ છે. સૌરવ ગાંગુલીની જગ્યાએ હવે રોજર બિન્ની બીસીસીઆઇના નવા અધ્યક્ષ બન્યા છે. રાજીવ શુક્લા ઉપાધ્યક્ષ, જય શાહ સેક્રેટરી, જૉઈન્ટ સેક્રેટરી દેવાજીત સાઇકિયા, ટ્રેઝરર આશીષ સેલાર બન્યા છે.