ત્રણેય બૅટ ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના સોશ્યલ ઇમ્પૅક્ટ પાર્ટનરને દાનમાં આપ્યાં છે. એના ઑક્શનમાંથી મળનારી રકમનો ઉપયોગ દિવ્યાંગ ક્રિકેટર્સની મદદ કરવા માટે ખર્ચવામાં આવશે.
સ્ટાર પ્લેયર્સના ઑટોગ્રાફવાળી બૅટ સાથે ઑસ્ટ્રેલિયન સ્પિનર નૅથન લાયન.
ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ઑફ સ્પિનર નૅથન લાયને દિવ્યાંગ ક્રિકેટર્સ માટે એક સરાહનીય કામ કર્યું છે. બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT) દરમ્યાન અલગ-અલગ બૅટ પર ભારતના સ્ટાર ક્રિકેટર્સ વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવિચન્દ્રન અશ્વિનનો ઑટોગ્રાફ લેવામાં આવ્યો હતો. વિરાટના ઑટોગ્રાફ સાથે સ્ટીવ સ્મિથ, બુમરાહ સાથે ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પૅટ કમિન્સ અને અશ્વિન સાથે નૅથન લાયને પોતાનો ઑટોગ્રાફ બૅટ પર આપ્યો છે.
દરેક બૅટ પર બ્રેઇલ લિપિમાં એક સ્ટિકર ચોંટાડવામાં આવ્યું છે જેના પર ગેમ ફૉર ઑલ લખેલું છે. આ ત્રણેય બૅટ ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના સોશ્યલ ઇમ્પૅક્ટ પાર્ટનરને દાનમાં આપ્યાં છે. એના ઑક્શનમાંથી મળનારી રકમનો ઉપયોગ દિવ્યાંગ ક્રિકેટર્સની મદદ કરવા માટે ખર્ચવામાં આવશે.