શાકિબે હાલમાં યોગ્ય વાતચીત ન કરવા બદલ બંગલાદેશ ક્રિકેટ બોર્ડ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
શાકિબ-અલ-હસન
બંગલાદેશના ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસનનું ક્રિકેટ-કરીઅર અનિશ્ચિત છે ત્યારે આ બધા વચ્ચે તેને એક બંગલાદેશી કોર્ટ તરફથી મોટો ફટકો લાગ્યો છે. મર્ડર કેસ સિવાય શાકિબ પર ચેક બાઉન્સનો પણ કેસ ચાલી રહ્યો હતો. અહેવાલ અનુસાર શાકિબની માલિકીની ઍગ્રો ફાર્મે લોન ચૂકવવા માટે ૪૧.૫ લાખ રૂપિયાના બે ચેક આપ્યા હતા, પરંતુ અપૂરતા ભંડોળને કારણે બન્ને ચેક બાઉન્સ થયા હતા. જાન્યુઆરીમાં કોર્ટે શાકિબની ધરપકડ માટે વૉરન્ટ જારી કર્યા બાદ રાજધાની ઢાકાના એક મૅજિસ્ટ્રેટે સોમવારે જપ્તીનો આદેશ આપ્યો હતો. સુરક્ષાનાં કારણોસર ફૅમિલીની સાથે પોતાના દેશથી બહાર રહેતા શાકિબે હાલમાં યોગ્ય વાતચીત ન કરવા બદલ બંગલાદેશ ક્રિકેટ બોર્ડ સામે નારાજગી વ્યક્ત કરી હતી.

