બંગલાદેશ ક્રિકેટ બોર્ડે એની ગઈ કાલની બોર્ડ મીટિંગ રદ કરી દીધી હતી. બોર્ડના અધિકારીઓ સહિત કેટલાક પ્લેયર્સ પણ તમીમ ઇકબાલને મળવા હૉસ્પિટલ પહોંચ્યા હતા.
તમીમ ઇકબાલ
જાન્યુઆરી ૨૦૨૫માં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયર થનાર તમીમ ઇકબાલ સાથે એક ગંભીર ઘટના બની છે. ગઈ કાલે બંગલાદેશમાં ઢાકા પ્રીમિયર ડિવિઝન ક્રિકેટ લીગની મૅચમાં એક ઓવર ફીલ્ડિંગ કર્યા બાદ તેણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી જેના પગલે ૩૬ વર્ષના આ ક્રિકેટરને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ડૉક્ટરોએ એક સત્તાવાર મેડિકલ બુલેટિનમાં કહ્યું છે કે ‘આપણે એને હાર્ટ અટૅક કહી શકીએ છીએ અને તેની સારવાર માટે અમારે ઍન્જિયોગ્રાફી અને ઍન્જિયોપ્લાસ્ટીનો આશરો લેવો પડ્યો. સાજા થવાની પ્રક્રિયા સરળતાથી ચાલી. તે હાલમાં નિરીક્ષણ હેઠળ છે.’
ADVERTISEMENT
આ ઘટના બાદ બંગલાદેશ ક્રિકેટ બોર્ડે એની ગઈ કાલની બોર્ડ મીટિંગ રદ કરી દીધી હતી. બોર્ડના અધિકારીઓ સહિત કેટલાક પ્લેયર્સ પણ તમીમ ઇકબાલને મળવા હૉસ્પિટલ પહોંચ્યા હતા.

