શાકિબે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, ‘મને જો બીપીએલનો સીઈઓ બનાવવામાં આવે તો હું એકાદ-બે મહિનામાં બધું સરખું કરી નાખું
શાકિબ અલ હસન
બંગલાદેશ પ્રીમિયર લીગ (બીપીએલ)નો પૂરતો પ્રચાર કરવામાં નિષ્ફળ જવા બદલ ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસને બૉલીવુડની ફિલ્મ ‘નાયક’નો ઉલ્લેખ કરીને પોતાના ક્રિકેટ બોર્ડ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે. એ મૂવીમાં શિવાજી રાવ (અનિલ કપૂર)ને મુખ્ય પ્રધાન એક દિવસ માટે રાજ્યનું શાસન ચલાવીને રાજ્યને નડતી સમસ્યાઓ ઉકેલવાનો પડકાર આપે છે. શાકિબે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, ‘મને જો બીપીએલનો સીઈઓ બનાવવામાં આવે તો હું એકાદ-બે મહિનામાં બધું સરખું કરી નાખું. તમે ‘નાયક’ ફિલ્મ જોઈ હશે, ખરુંને? તમે જો ખરેખર કંઈ કરવા ચાહો તો એક દિવસમાં કરી શકો. હું હોઉં તો પ્લેયર્સ ઑક્શન સમયસર રાખું અને જ્યારે કોઈ સિરીઝ કે ટુર્નામેન્ટ ન હોય એ જ સમયગાળામાં બીપીએલ રાખું.’