૭ પ્લેયર્સને ગ્રુપ-B, ૮ પ્લેયર્સને ગ્રુપ-C અને બે પ્લેયર્સને ગ્રુપ-Dનો કૉન્ટ્રૅક્ટ મળ્યો છે.
તસ્કીન અહમદ
બંગલાદેશ ક્રિકેટ બોર્ડ દ્વારા ૨૦૨૫ માટે સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ૨૯ વર્ષના ફાસ્ટ બોલર તસ્કીન અહમદને જ A પ્લસ ગ્રેડનો કૉન્ટ્રૅક્ટ મળ્યો છે. આ કૉન્ટ્રૅક્ટમાં પ્લેયરને એક મિલ્યન બંગલાદેશી ટાકાની સૌથી વધુ સૅલેરી મળે છે. ગ્રેડ-Aમાં કૅપ્ટન નઝમુલ હુસૈન શાંતો સહિત ચાર પ્લેયર્સને સ્થાન મળ્યું છે. ૭ પ્લેયર્સને ગ્રુપ-B, ૮ પ્લેયર્સને ગ્રુપ-C અને બે પ્લેયર્સને ગ્રુપ-Dનો કૉન્ટ્રૅક્ટ મળ્યો છે. અનુભવી ઑલરાઉન્ડર શાકિબ અલ હસન સહિત પાંચ પ્લેયર્સને સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ લિસ્ટમાંથી બહાર કરવામાં આવ્યા છે.

