રોહિત અને વિરાટ કોહલીએ ૨૬ વર્ષના આ ક્રિકેટરને બૅટના બિઝનેસમાં સફળતા મળે એવી શુભેચ્છા પણ પાઠવી હતી
મેહદી હસન મિરાઝ રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે
બંગલાદેશના સ્ટાર ઑલરાઉન્ડર મેહદી હસન મિરાઝે કાનપુર ટેસ્ટ બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીને પોતાની કંપનીની બૅટ ગિફ્ટમાં આપી હતી. રોહિત અને વિરાટ કોહલીએ ૨૬ વર્ષના આ ક્રિકેટરને બૅટના બિઝનેસમાં સફળતા મળે એવી શુભેચ્છા પણ પાઠવી હતી. તેણે ચેન્નઈ ટેસ્ટમાં વિરાટ કોહલીને એક વાર અને કાનપુર ટેસ્ટમાં બે વાર આઉટ કર્યો છે. લગભગ એક વર્ષ બાદ આ ક્રિકેટરને બંગલાદેશની T20 ટીમમાં સ્થાન મળ્યું છે.