એક IPL મૅચમાં કૅપ્ટન્સી કરનાર અક્ષર પટેલ હવે ફુલટાઇમ કૅપ્ટન; તેના હાથ નીચે રમશે રાહુલ, સ્ટાર્ક, ફાફ ડુ પ્લેસી જેવા પ્લેયર્સ
અક્ષર પટેલ
દિલ્હી કૅપિટલ્સે ગઈ કાલે ભારતીય ઑલરાઉન્ડર અને T20 ટીમના વાઇસ-કૅપ્ટન અક્ષર પટેલને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન માટે કૅપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. ૩૧ વર્ષનો અક્ષર પટેલ ડોમેસ્ટિક ક્રિકેટ સહિત ૨૪ મૅચમાં કૅન્ટન્સીનો અનુભવ ધરાવે છે, પણ IPLમાં તેણે ગઈ સીઝનમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામેની એક મૅચમાં કૅપ્ટન્સી કરી હતી, જેમાં ટીમે ૪૭ રને હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ ૨૦૧૯થી આ ફ્રૅન્ચાઇઝી માટે રમનાર અક્ષર પટેલને મેગા ઑક્શન પહેલાં ૧૬.૫૦ કરોડ રૂપિયામાં રીટેન કરવામાં આવ્યો હતો.
દિલ્હીના આ ૧૪મા કૅપ્ટનના નેતૃત્વમાં કે. એલ. રાહુલ, કુલદીપ યાદવ, મિચલ સ્ટાર્ક, ફાફ ડુ પ્લેસી જેવા અનુભવી પ્લેયર્સ રમતા જોવા મળશે. દિલ્હી એ ત્રણ IPL ટીમોમાંની એક છે જેણે હજી સુધી ટાઇટલ જીત્યું નથી. દિલ્હીની ટીમ ગઈ સીઝનમાં રિષભ પંતના નેતૃત્વમાં છઠ્ઠા સ્થાને રહી હતી. વિશાખાપટનમમાં ૨૪ માર્ચે દિલ્હીની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.
ADVERTISEMENT
દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટન્સ
વીરેન્દર સેહવાગ (૨૦૦૮-૨૦૧૨) : બાવન મૅચ
ગૌતમ ગંભીર (૨૦૦૯-૨૦૧૮) : પચીસ મૅચ
દિનેશ કાર્તિક (૨૦૧૦-૨૦૧૪) : ૦૬
જેમ્સ હોપ્સ (૨૦૧૧) : ૦૩ મૅચ
માહેલા જયવર્દને (૨૦૧૨-૨૦૧૩) : ૧૮ મૅચ
રોસ ટેલર (૨૦૧૨) : ૦૨ મૅચ
ડેવિડ વૉર્નર (૨૦૧૩-૨૦૨૩) : ૧૬ મૅચ
કેવિન પીટરસન (૨૦૧૪) : ૧૧ મૅચ
જેપી ડુમિની (૨૦૧૫-૨૦૧૬) : ૧૬ મૅચ
ઝહીર ખાન (૨૦૧૬-૨૦૧૭) : ૨૩ મૅચ
કરુણ નાયર (૨૦૧૭) : ૦૩ મૅચ
શ્રેયસ ઐયર (૨૦૧૮-૨૦૨૦) : ૪૧ મૅચ
રિષભ પંત (૨૦૨૧-૨૦૨૪) : ૪૩ મૅચ
અક્ષર પટેલ (૨૦૨૪) : ૦૧ મૅચ
મેં ક્રિકેટર તરીકે ઘણી પ્રગતિ કરી છે અને મને લાગે છે કે હું આ ટીમનું નેતૃત્વ કરવા માટે તૈયાર છું.
- અક્ષર પટેલ
અભિનંદન બાપુ. તને શુભકામનાઓ આ સફરમાં અને હંમેશાં તારી સાથે રહેવાની આશા.
- કે. એલ. રાહુલ

