પ્રાઇમ મિનિસ્ટર્સ ઇલેવન અને ભારત વચ્ચે પ્રૅક્ટિસ-મૅચ પહેલાં ઑસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર ઍન્થની ઍલ્બનીઝ સ્ટાર બૅટર વિરાટ કોહલીની વધુ નજીક જોવા મળ્યા હતા. તે બન્નેની વાતચીત દરમ્યાનના વિડિયો અને ફોટો સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થયા હતા.
પ્રૅક્ટિસ-મૅચ દરમ્યાન કૉમેન્ટરી કરતા ઑસ્ટ્રેલિયન પ્રાઇમ મિનિસ્ટર ઍન્થની ઍલ્બનીઝ.
પ્રાઇમ મિનિસ્ટર્સ ઇલેવન અને ભારત વચ્ચે પ્રૅક્ટિસ-મૅચ પહેલાં ઑસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર ઍન્થની ઍલ્બનીઝ સ્ટાર બૅટર વિરાટ કોહલીની વધુ નજીક જોવા મળ્યા હતા. તે બન્નેની વાતચીત દરમ્યાનના વિડિયો અને ફોટો સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થયા હતા. પ્રૅક્ટિસ-મૅચ દરમ્યાન કૉમેન્ટરી કરીને ક્રિકેટ-ફૅન્સનું મનોરંજન કરનાર ઑસ્ટ્રેલિયન પ્રાઇમ મિનિસ્ટરે ખુલાસો કર્યો હતો કે ‘મારો પર્સનલ ડૉક્ટર વિરાટ કોહલીનો ખૂબ મોટો ફૅન છે. ફૅન શબ્દથી એ નહીં બતાવી શકાય કે વિરાટ કોહલી પ્રત્યે તેને કેટલો ઉત્સાહ છે. જ્યારે મેં તેને કહ્યું કે હું કોહલીને મળવા જઈ રહ્યો છું તો તેને વિશ્વાસ જ ન થયો. તેણે મને કોહલીનો ઑટોગ્રાફ લઈ આવવા કહ્યું હતું.’