૩૪ વર્ષના આ ફાસ્ટ બોલરે ૧૦ વિકેટની શાનદાર જીત બાદ કહ્યું હતું કે ‘પર્થ ટેસ્ટની નિરાશાને અમે ત્યાં જ છોડી દીધી હતી અને એ મૅચ પછી અમે બહાર ઘોંઘાટ (ટીકા) પર ધ્યાન નહોતું આપ્યું.
મિચલ સ્ટાર્ક
ઍડીલેડ ટેસ્ટમાં સૌથી વધુ આઠ વિકેટ લેનાર મિચલ સ્ટાર્ક પિન્ક બૉલ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાની જીતનો મુખ્ય હીરો હતો. ૩૪ વર્ષના આ ફાસ્ટ બોલરે ૧૦ વિકેટની શાનદાર જીત બાદ કહ્યું હતું કે ‘પર્થ ટેસ્ટની નિરાશાને અમે ત્યાં જ છોડી દીધી હતી અને એ મૅચ પછી અમે બહાર ઘોંઘાટ (ટીકા) પર ધ્યાન નહોતું આપ્યું. પિન્ક બૉલ માટે મારો અભિગમ ક્યારેય બદલાયો નથી. આ ટેસ્ટમાં મેં બૉલની લેન્થમાં થોડો ફેરફાર કરતાં એને આગળની તરફ રાખ્યો. પિન્ક બૉલ રેડ બૉલ કરતાં વાઇટ બૉલની વધુ નજીક છે. બૅટ અને બૉલ પ્રત્યે અમારો ખરેખર સકારાત્મક અભિગમ હતો અને ટીમને એનો ફાયદો થયો. હું છેલ્લાં સાત વર્ષથી પેટ કમિન્સ પાસેથી ઘણું શીખી રહ્યો છું. એટલા માટે મેં બહારથી અંદર આવતા બૉલને મારી સ્કિલમાં સામેલ કર્યા છે.’
પિન્ક બૉલથી ૫૦ પ્લસ વિકેટ લેનાર એકમાત્ર બોલર મિચલ સ્ટાર્કે ઍડીલેડ ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં પોતાની ટેસ્ટ-કરીઅરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે પહેલી ઇનિંગ્સમાં ૧૪.૧ ઓવરમાં ૪૮ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી, જ્યારે બીજી ઇનિંગ્સમાં ૧૪ ઓવરમાં ૬૦ રન આપીને બે વિકેટ લીધી હતી. પિન્ક બૉલ ટેસ્ટમાં હવે તેના નામે ૧૩ મૅચમાં ૭૪ વિકેટ છે.

