ઝૅમ્પાએ ૪ વિકેટ લીધી હતી.
Australia vs England
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે ઇંગ્લૅન્ડ સામે પોતાનો સર્વોચ્ચ વન-ડે સ્કોર (૫/૩૫૫) નોંધાવ્યા બાદ એને માત્ર ૧૪૨ રનના સ્કોર પર ઑલઆઉટ કરીને ૨૨૧ રનના તોતિંગ માર્જિનથી હરાવ્યું હતું. મેલબર્નમાં વરસાદને લીધે ૪૮-૪૮ ઓવરની મૅચ રમાઈ હતી અને ઇંગ્લૅન્ડની ટીમ ૩૧.૪ ઓવરમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ઝૅમ્પાએ ૪ વિકેટ લીધી હતી. ઍશિઝ ટેસ્ટ-સિરીઝની જેમ બે કટ્ટર હરીફો વચ્ચેની આ વન-ડે સિરીઝમાં ઑસ્ટ્રેલિયાએ બ્રિટિશ ટીમનો ૩-૦થી વાઇટવૉશ કર્યો છે. ઑસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે જે ૩૫૫ રન બનાવ્યા હતા એમાં ઓપનર ટ્રેવિસ હેડ (૧૫૨ રન, ૧૩૦ બૉલ, ચાર સિક્સર, સોળ ફોર) અને ડેવિડ વૉર્નર (૧૦૬ રન, ૧૦૨ બૉલ, બે સિક્સર, આઠ ફોર)ની ૨૬૯ રનની ભાગીદારી મૅચ-વિનિંગ બની હતી. મેલબર્નમાં કોઈ પણ વિકેટ માટેની આ હાઇએસ્ટ પાર્ટનરશિપ હતી. વન-ડેમાં ૨૫૦-પ્લસની પાર્ટનરશિપ બનાવનાર હેડ-વૉર્નર બીજી જોડી છે. તેમણે સચિન-ગાંગુલીની બરાબરી કરી છે. બ્રિટિશ ટીમ (૧૪૨ રન) ટ્રેવિસ હેડ (૧૫૨) જેટલા પણ રન નહોતી બનાવી શકી.