ગૉલના મેદાન પર બીજી ટેસ્ટ-મૅચ દરમ્યાન ૨૧ વર્ષના ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર કૂપર કૉનોલીએ ટેસ્ટ-ડેબ્યુ કર્યું હતું. આ પહેલાં તે સપ્ટેમ્બર ૨૦૨૪માં લિમિટેડ ઓવર્સના ફૉર્મેટમાં ડેબ્યુ કરીને બે વન-ડે અને બે T20 ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો છે.
ઑસ્ટ્રેલિયાની ૪૭૧મી બેગી ગ્રીન કૅપ મળ્યા પછી મમ્મીને ભેટતો કૂપર કૉનોલી.
ગૉલના મેદાન પર બીજી ટેસ્ટ-મૅચ દરમ્યાન ૨૧ વર્ષના ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર કૂપર કૉનોલીએ ટેસ્ટ-ડેબ્યુ કર્યું હતું. આ પહેલાં તે સપ્ટેમ્બર ૨૦૨૪માં લિમિટેડ ઓવર્સના ફૉર્મેટમાં ડેબ્યુ કરીને બે વન-ડે અને બે T20 ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો છે. નવાઈની વાત તો એ છે કે તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં માત્ર ચાર મૅચ રમી છે જેમાં તેણે ત્રણ ફિફ્ટીની મદદથી ૩૦૯ રન બનાવ્યા છે. આ સ્પિનરે કોઈ ફર્સ્ટ ક્લાસ વિકેટ લીધી નથી. ગઈ કાલે તેણે ત્રણ ઓવરમાંથી એક ઓવર મેઇડન કરી હતી. ૧૨ રન આપનાર આ સ્પિનરને એક પણ સફળતા મળી નહોતી. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ યંગ પ્લેયર્સને તક આપવામાં આવી રહી છે.

