બાવીસમી નવેમ્બરથી આયોજિત બૉર્ડર-ગાવસકર ટ્રોફી માટે ભારતીય ટીમે જાહેરાત કરેલી સ્ક્વૉડ પર ઑસ્ટ્રેલિયાના હેડ કોચ ઍન્ડ્રૹુ મૅક્ડોનાલ્ડે મોટું નિવેદન આપ્યું હતું.
ઑસ્ટ્રેલિયાના હેડ કોચ ઍન્ડ્રૹુ મૅક્ડોનાલ્ડ
બાવીસમી નવેમ્બરથી આયોજિત બૉર્ડર-ગાવસકર ટ્રોફી માટે ભારતીય ટીમે જાહેરાત કરેલી સ્ક્વૉડ પર ઑસ્ટ્રેલિયાના હેડ કોચ ઍન્ડ્રૹુ મૅક્ડોનાલ્ડે મોટું નિવેદન આપ્યું હતું. ૪૩ વર્ષના આ હેડ કોચે કહ્યું હતું કે ‘મોહમ્મદ શમીની ગેરહાજરી એક મોટો ફટકો છે. અમારા બૅટ્સમેનો જે રીતે તેના જુસ્સા, બોલિંગ અને તેનાં કામ પ્રત્યેના સમર્પણ વિશે વાત કરે છે, ભારતને એ મોટી ખોટ હશે, પરંતુ અમે જાણીએ છીએ કે છેલ્લી વખતે શું થયું હતું. તેમના રિઝર્વ પ્લેયર્સે શાનદાર પ્રદર્શન કરીને ભારતની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી એથી તેમના રિઝર્વ પ્લેયર્સને બિલકુલ ઓછા આંકી શકાય નહીં.’
ઍન્ડ્રૹુ મૅક્ડોનાલ્ડે પાંચ મૅચની આ સિરીઝ માટે ઑસ્ટ્રેલિયન ટીમમાં યુવા ક્રિકેટર્સને સ્થાન આપવાનો સંકેત પણ આપ્યો હતો.