બે મૅચની ટેસ્ટ-સિરીઝની પહેલી ટેસ્ટ-મૅચના બે રેકૉર્ડબ્રેકિંગ દિવસ બાદ ત્રીજા દિવસે વરસાદે જોર બતાવ્યું હતું.
વરસાદને કારણે ત્રીજા દિવસે માત્ર ૨૭ ઓવરની જ રમત શક્ય બની હતી
બે મૅચની ટેસ્ટ-સિરીઝની પહેલી ટેસ્ટ-મૅચના બે રેકૉર્ડબ્રેકિંગ દિવસ બાદ ત્રીજા દિવસે વરસાદે જોર બતાવ્યું હતું. વરસાદને કારણે ત્રીજા દિવસે માત્ર ૨૭ ઓવરની જ રમત શક્ય બની હતી. પહેલી ઇનિંગ્સમાં ઑસ્ટ્રેલિયાના ૬૫૪/૬ના સ્કોરની સામે શ્રીલંકન ટીમ ત્રીજા દિવસે ૪૨ ઓવરમાં ૧૩૬/૫નો સ્કોર કરી શકી હતી. યજમાન ટીમ આ મૅચમાં હજી ૫૧૮ રન પાછળ છે.

