સ્ટીવ સ્મિથ અને ઍલેક્સ કૅરી વચ્ચે થઈ ૩૫૮ બૉલમાં ૨૫૯ રનની પાર્ટનરશિપ: ઑસ્ટ્રેલિયન સ્પિનર્સ મૅથ્યુ કુહ્નમૅનની ચાર અને નૅથન લાયનની ત્રણ વિકેટે ટીમને જીતની નજીક પહોંચાડી
બીજી ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે મૅથ્યુ કુહ્નમૅને ૪ અને નૅથન લાયને ૩ વિકેટ લઈને શ્રીલંકાને હારની નજીક પહોંચાડી.
ગૉલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ-મૅચમાં શ્રીલંકન બૅટર્સ પર ફરી એક વાર ઑસ્ટ્રેલિયન બોલર્સ ભારે પડ્યા હતા. બીજી ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે સ્ટીવ સ્મિથ અને ઍલેક્સ કૅરીએ ૨૫૯ રન સુધીની પાર્ટનરશિપ કરીને પહેલી ઇનિંગ્સમાં ટીમનો સ્કોર ૧૦૬.૪ ઓવરમાં ૪૧૪/૧૦ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. પહેલી ઇનિંગ્સમાં ૨૫૭ રન કરનાર યજમાન ટીમે ત્રીજા દિવસની રમતના અંતે બીજી ઇનિંગ્સમાં ૬૨.૧ ઓવરમાં ૮ વિકેટે ૨૧૧ રન કરીને ૫૪ રનની લીડ મેળવી છે.
બીજા દિવસની રમત સુધીમાં ૨૩૯ રનની પાર્ટનરશિપ કરનાર સેન્ચુરિયન્સ સ્ટીવ સ્મિથ (૨૫૪ બૉલમાં ૧૩૧ રન) અને ઍલેક્સ કૅરી (૧૮૮ બૉલમાં ૧૫૬ રન)એ ત્રીજા દિવસે ૩૫૮ બૉલમાં ૨૫૯ રનની પાર્ટનરશિપ કરી હતી. શ્રીલંકાની ધરતી પર વિદેશી ટીમ દ્વારા આ ટેસ્ટ-ક્રિકેટમાં ચોથી વિકેટ માટેની સૌથી મોટી પાર્ટનરશિપ હતી. તેમણે ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર્સ માઇકલ હસી અને શૉન માર્શે ચોથી વિકેટ માટે ૨૦૧૧માં બનાવેલો ૨૫૮ રનનો રેકૉર્ડ તોડ્યો હતો. શ્રીલંકન સ્પિનર પ્રભત જયસૂર્યાએ પહેલી ઇનિંગ્સમાં સૌથી વધુ ૧૫૧ રન આપીને સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
ઑસ્ટ્રેલિયન સ્પિનર્સ મૅથ્યુ કુહ્નમૅન (બાવન બૉલમાં ચાર વિકેટ), નૅથન લાયન (૮૦ બૉલમાં ત્રણ વિકેટ) અને ફાસ્ટ બોલર બો વેબસ્ટર (૬ રનમાં એક વિકેટ)ની ધારદાર બોલિંગની મદદથી બીજી ઇનિંગ્સમાં પણ ઑસ્ટ્રેલિયા શ્રીલંકા પર ભારે પડ્યું હતું. ૩૯.૫ ઓવરમાં ૧૨૮ રનમાં પાંચ વિકેટ ગુમાવનાર શ્રીલંકાએ બીજી ઇનિંગ્સમાં ઍન્જેલો મૅથ્યુઝ (૧૪૯ બૉલમાં ૭૬ રન) અને કુસલ મેન્ડિસ (૫૦ બૉલમાં ૪૮ રન અણનમ)ની ઇનિંગ્સની મદદથી ૨૦૦ રનના આંકડો પાર કર્યો હતો.
11
આટલા ક્રિકેટર્સ સાથે ટેસ્ટમાં ૨૦૦ પ્લસ રનની પાર્ટનરશિપ કરનાર વિશ્વનો એકમાત્ર ક્રિકેટર બન્યો કૅપ્ટન સ્ટીવ સ્મિથ
150
આટલા રનથી વધુની ઇનિંગ્સ એશિયામાં રમનાર પહેલો ઑસ્ટ્રેલિયન વિકેટકીપર-બૅટર બન્યો ઍલેક્સ કૅરી

