Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મૅચ-રેફરીએ અમને ક્વૉલિફાય થવા માટેના તમામ ૬ વિકલ્પ કેમ નહોતા આપ્યા? : અફઘાન કોચ ટ્રૉટ

મૅચ-રેફરીએ અમને ક્વૉલિફાય થવા માટેના તમામ ૬ વિકલ્પ કેમ નહોતા આપ્યા? : અફઘાન કોચ ટ્રૉટ

Published : 07 September, 2023 12:09 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડેવિડ બૂન મંગળવારે શ્રીલંકા-અફઘાનિસ્તાન વચ્ચેની ડુ ઑર ડાય જેવી એશિયા કપની મૅચ માટેના મૅચ-રેફરી હતા અને અફઘાનિસ્તાન જરાક માટે સુપર-ફોરમાં ક્વૉલિફાય થતાં રહી ગયું એ માટે એના હેડ-કોચ જોનથન ટ્રૉટે બૂનને દોષી ઠરાવયા

 હેડ-કોચ જોનથન ટ્રૉટ

હેડ-કોચ જોનથન ટ્રૉટ


ડેવિડ બૂન મંગળવારે શ્રીલંકા-અફઘાનિસ્તાન વચ્ચેની ડુ ઑર ડાય જેવી એશિયા કપની મૅચ માટેના મૅચ-રેફરી હતા અને અફઘાનિસ્તાન જરાક માટે સુપર-ફોરમાં ક્વૉલિફાય થતાં રહી ગયું એ માટે એના હેડ-કોચ જોનથન ટ્રૉટે બૂનને દોષી ઠરાવતાં કહ્યું કે તેમણે અમારી ટીમને જીતવા માટે જરૂરી તમામ ૬ વિકલ્પ કેમ નહોતા કહ્યા?’


શ્રીલંકાએ અફઘાનને ૨૯૨ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટ્રૉટે કહ્યું કે ‘અમને એટલું જ કહેવાયું હતું કે અમારે ક્વૉલિફાય થવા ૨૯૨ રન ૩૭.૧ ઓવરમાં બનાવવાના છે.’ અફઘાનની ટીમ ૩૭.૪ ઓવરમાં ૨૮૯ના સ્કોરે ઑલઆઉટ થઈ ગઈ હતી. જોકે ૮ વિકેટે ૨૯૧ રન બનાવનાર શ્રીલંકાને નેટ રનરેટના આધારે પાછળ રાખવા અફઘાનની ટીમ ૩૭.૨ ઓવરમાં ૨૯૩ રન કે ૩૭.૩ ઓવરમાં ૨૯૪ રન કે ૩૭.૫ ઓવરમાં ૨૯૫ રન કે ૩૮ ઓવરમાં ૨૯૬ રન અથવા ૩૮.૧ ઓવરમાં ૨૯૭ રન બનાવી શકી હોત. જોકે ક્રિકેટજગતમાં ચર્ચા છે કે અફઘાનની ટીમે પોતાની રીતે પણ કૅલ્ક્યુકેશન્સ કરીને જીતવા માટેના તમામ વિકલ્પ તપાસી રાખવા જોઈતા હતા.


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2023 12:09 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK