Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IND VS PAK: ભારતીય ખેલાડીઓ પર કામનું ભારણ વધી શકે છે, ઈજાગ્રસ્ત થવાનું છે જોખમ?

IND VS PAK: ભારતીય ખેલાડીઓ પર કામનું ભારણ વધી શકે છે, ઈજાગ્રસ્ત થવાનું છે જોખમ?

11 September, 2023 10:52 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આજે અને આગામી દિવસમાં ભારતીય ક્રિકેટ ટીમ (Asia Cup 2023 India vs Pakistan) ને સતત મેચ રમવાની થશે. જેને કારણે ખેલાડીઓના સ્વાસ્થ્યને લઈ જોખમ વર્તાઈ રહ્યું છે.

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


Asia Cup 2023 India vs Pakistan: ભારતીય ક્રિકેટ ટીમ સતત દિવસો સુધી મેચ રમશે. તે રવિવારે પાકિસ્તાન સામે મેચ રમવાના હતા. પરંતુ વરસાદના કારણે આ મેચ પૂર્ણ થઈ શકી ન હતી. જેના કારણે સોમવારે રિઝર્વ ડે પર ભારત-પાકિસ્તાન મેચ રમાશે. એટલે કે હવે આજે આ મેચ રમાશે. આ પછી ટીમ ઈન્ડિયા વધુ એક મેચ રમશે. આનાથી ભારતીય ખેલાડીઓ પર કામનું ભારણ વધશે અને તેઓ આરામ મેળવી શકશે નહીં. તેનાથી ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી શકે છે.


એશિયા કપ 2023ના સુપર ફોરની ત્રીજી મેચ રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાવાની હતી. પરંતુ કોલંબોમાં વરસાદે મેચ પૂર્ણ થવા દીધી ન હતી. આ કારણે તેને રિઝર્વ ડે પર રમાડવામાં આવશે. હવે બંને ટીમો સોમવારે એટલે કે આજે ફરી મેચ રમશે. આ પછી ભારતે મંગળવારે મેચ રમવાની છે. ટીમ ઈન્ડિયા 12 સપ્ટેમ્બરે શ્રીલંકા સામે ટકરાશે. આ મેચ પણ કોલંબોમાં રમાશે. ભારતીય ખેલાડીઓ સતત ત્રણ દિવસ મેચ રમશે. તેનાથી કામનું ભારણ વધવાની શક્યતા છે.



ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ મેચ બાદ સંપૂર્ણ આરામ મેળવી શકશે નહીં. જેના કારણે ટીમ ઈન્ડિયાને ઈજા થવાની સંભાવના રહી શકે છે. જ્યારે ખેલાડીઓને સંપૂર્ણ આરામ નથી મળતો અને સતત મેચ રમવી પડે છે, તો આ સ્થિતિમાં ઈજા થવાની સંભાવના રહે છે. જો ખેલાડીઓ સંપૂર્ણ રીતે ફિટ ન હોય તો તે ટીમનું ટેન્શન વધી શકે છે. ભારતે એશિયા કપ 2023 પછી વર્લ્ડ કપમાં ભાગ લેવાનો છે. જો આ પહેલા કોઈપણ ખેલાડી ઈજાગ્રસ્ત થશે તો ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી જશે.


નોંધનીય છે કે ભારતે સુપર ફોરમાં પાકિસ્તાન સામે 24.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા છે. શુભમન ગિલ અને રોહિત શર્માએ ભારતને સારી શરૂઆત અપાવી હતી. રોહિતે 49 બોલમાં 56 રન બનાવ્યા હતા. શુભમને 52 બોલમાં 58 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી અને કેએલ રાહુલ અણનમ રહ્યા હતા.

આર્થિક બોજનો માર ઝીલી રહેલા પાકિસ્તાનને હવે ક્રિકેટ બોર્ડથી પણ આર્થિક ઝટકો લાગવાની તૈયારીમાં છે. એશિયા કપ ટુર્નામેન્ટમાં રવિવારે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચમાં માત્ર ૨૦ ટકા પ્રેક્ષકોની હાજરી હોવાથી એેશિયા કપ બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જબરો ફટકો પડવાના અણસાર છે. 


Whatsapp-channel Whatsapp-channel

11 September, 2023 10:52 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK