પાકિસ્તાન સુપર ફોરમાં શનિવારે જ પહોંચી ગયું
શ્રીલંકામાં કૅન્ડીના પલ્લેકેલ નું ગ્રાઉંડ
શનિવારે શ્રીલંકામાં કૅન્ડીના પલ્લેકેલમાં વરસાદ પડવાની વધુમાં વધુ લગભગ ૭૦ ટકા સંભાવના હતી અને મેઘરાજા બાજી બગાડીને રહ્યા. ઈશાન કિશન (૮૨ રન, ૮૧ બૉલ, બે સિક્સર, નવ ફોર) અને હાર્દિક પંડ્યા (૮૭ રન, ૯૦ બૉલ, એક સિક્સર, સાત ફોર) વચ્ચેની પાંચમી વિકેટ માટેની ૧૩૪ રનની ભાગીદારીની મદદથી ભારતે પાકિસ્તાનને ૨૬૭ રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યા પછી રમત થઈ જ નહીં અને છેવટે મૅચ કૉલ-ઑફ થઈ. જોકે ગ્રુપ ‘એ’માં આજે ભારત-નેપાલ મૅચ પણ પલ્લેકેલમાં જ નિર્ધારિત છે અને ત્યાં આજે વરસાદ પડવાની ૮૦ ટકા શક્યતા બતાવાઈ રહી હતી. જો આ મૅચ ધોવાઈ જશે તો ભારત સુપર ફોર રાઉન્ડમાં પહોંચી જશે. પાકિસ્તાન સુપર ફોરમાં પહોંચના શનિવારે શ્રીલંકામાં કૅન્ડીના પલ્લેકેલમાં વરસાદ પડવાની વધુમાં વધુ લગભગ ૭૦ ટકા સંભાવના હતી અને મેઘરાજા બાજી બગાડીને રહ્યા. ઈશાન કિશન (૮૨ રન, ૮૧ બૉલ, બે સિક્સર, નવ ફોર) અને હાર્દિક પંડ્યા (૮૭ રન, ૯૦ બૉલ, એક સિક્સર, સાત ફોર) વચ્ચેની પાંચમી વિકેટ માટેની ૧૩૪ રનની ભાગીદારીની મદદથી ભારતે પાકિસ્તાનને ૨૬૭ રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યા પછી રમત થઈ જ નહીં અને છેવટે મૅચ કૉલ-ઑફ થઈ. જોકે ગ્રુપ ‘એ’માં આજે ભારત-નેપાલ મૅચ પણ પલ્લેકેલમાં જ નિર્ધારિત છે અને ત્યાં આજે વરસાદ પડવાની ૮૦ ટકા શક્યતા બતાવાઈ રહી હતી. જો આ મૅચ ધોવાઈ જશે તો ભારત સુપર ફોર રાઉન્ડમાં પહોંચી જશે. પાકિસ્તાન સુપર ફોરમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ચૂકી છે.
નેપાલની ટીમ પહેલી જ વાર એશિયા કપમાં રમી રહી છે. પાકિસ્તાન સામે તેઓ ૩૦ ઑગસ્ટે ૨૩૮ રનના તોતિંગ માર્જિનથી હારી ગયા હતા, પરંતુ આજે વરસાદને લીધે મૅચ ન રમાય એવું તેઓ જરાય નહીં ઇચ્છે, કારણ કે તેઓ ભારતના સુપરસ્ટાર પ્લેયર્સ સામે પોતાની કાબેલિયત અને ક્ષમતા બતાવ્યા વિના પાછા જવા નથી માગતા.
ADVERTISEMENT
૧૭ જુલાઈએ કોલંબોમાં રોહિત પૉડેલના સુકાનમાં નેપાલની ટીમે આઇપીએલના કેટલાક સ્ટાર્સવાળી ઇન્ડિયા ‘એ’ ટીમ સામે ૯ વિકેટે પરાજય જોવો પડ્યો હતો એટલે હવે તેઓ ટીમ ઇન્ડિયાને આજે પોતાનું થોડુંઘણું કૌવત બતાવવા તત્પર છે.
બુમરાહના સ્થાને શમી?
જસપ્રીત બુમરાહ અંગત કારણસર ભારત પાછો આવી ગયો હોવાથી આજે નેપાલ સામે નથી રમવાનો. તેના સ્થાને મોહમ્મદ શમીને રમવાનો મોકો મળી શકે. જોકે પ્રસિદ્ધ ક્રિષ્નાને પણ તક છે.
સૂર્યા, તિલકને વર્લ્ડ કપ પહેલાં મોકો?
શનિવારે પાકિસ્તાન સામે શ્રેયસ ઐયરને રમવાનો મોકો મળ્યો હતો, પરંતુ તેણે ૯ બૉલમાં ૧૪ રન બનાવ્યા હતા અને ઇમ્પૅક્ટ નહોતો પાડી શક્યો. બની શકે કે આજે નેપાલ સામે તેના સ્થાને સૂર્યકુમાર યાદવને કે તિલક વર્માને રમવાનો મોકો મળે. વર્લ્ડ કપ માટેની ટીમ જાહેર થવાની તૈયારીમાં જ છે અને એ પહેલાં સૂર્યા કે તિલકને પોતાની કાબેલિયત પુરવાર કરવાનો ચાન્સ અપાય તો નવાઈ નહીં.