IPL 2015 બાદ ફરી ચેન્નઈ સુપર કિંગ્સમાં વાપસી કરીને અનુભવી સ્પિનર રવિચન્દ્રન અશ્વિને મુંબઈ ઇન્ડિયન્સ સામે ચેપૉક સ્ટેડિયમમાં ૩૧ રન આપીને એક વિકેટ ઝડપી હતી.
રવિચન્દ્રન અશ્વિન
IPL 2015 બાદ ફરી ચેન્નઈ સુપર કિંગ્સમાં વાપસી કરીને અનુભવી સ્પિનર રવિચન્દ્રન અશ્વિને મુંબઈ ઇન્ડિયન્સ સામે ચેપૉક સ્ટેડિયમમાં ૩૧ રન આપીને એક વિકેટ ઝડપી હતી. ચેન્નઈની ટીમમાં વાપસી વિશે વાત કરતાં અશ્વિન કહે છે, ‘મેં થિયેટરમાં ‘પદયપ્પા’, ‘ગિલ્લી’ અને ‘બાશા’ જેવી ફિલ્મો જોઈ છે. સીટીઓ વાગે છે અને વાતાવરણ સામાન્ય રીતે એકદમ ઉત્સાહી હોય છે. મને ચેપૉકમાં પણ આવો જ અનુભવ થયો. આ ક્રિકેટ નથી, આ સિનેમા છે. સંપૂર્ણ સિનેમા. મેં એક વિડિયો જોયો જેમાં મુંબઈનાં માલિક નીતા અંબાણી બાજુ પર બેઠાં છે અને ધોની બૅટિંગ કરવા (મેદાનમાં) જાય છે ત્યારે તેઓ કાન બંધ કરતાં જોવા મળે છે, કારણ કે ફૅન્સનો અવાજ ખૂબ જ જોરથી સંભળાતો હતો. દર્શકોએ એ ઘટનાને સિનેમામાં ફેરવી દીધી. ધોનીની એન્ટ્રીથી મૅચ એક રેડ-કાર્પેટ ઇવેન્ટમાં ફેરવાઈ ગઈ અને મૅચનું પ્રેશર પણ બહાર નીકળી ગયું.’
50
આટલી વિકેટ IPLના પાવરપ્લેમાં લેનાર પહેલવહેલો સ્પિનર છે રવિચન્દ્રન અશ્વિન.
ADVERTISEMENT
કઈ બાબતે સ્પિનર રવિચન્દ્રન અશ્વિનનું દર્દ છલકાયું?
IPL 2025માં ઑલમોસ્ટ ચોથા બૉલ પર બાઉન્ડરી અને ૧૦ બૉલમાં છગ્ગો જોવા મળી રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં બોલર્સની દયનીય સ્થિતિ વિશે વાત કરતાં રવિચન્દ્રન અશ્વિને પોતાની યુટ્યુબ ચૅનલ પર કહ્યું હતું કે ‘લોકો કહે છે કે બોલર્સ ડિફેન્સિવ બની રહ્યા છે. મને લાગે છે કે બોલરોને ટૂંક સમયમાં પર્સનલ સાઇકોલૉજિસ્ટની જરૂર પડશે. ઘણી વાર બોલિંગ કરવી અશક્ય બની જાય છે.’
10.70
આટલા રન-રેટથી રન બની રહ્યા છે IPLની ૧૮મી સીઝનમાં.

