ગોવા માટે પોતાનો ડેબ્યૂ કરતા અર્જુને શાનદાર શતક ફટકાર્યું છે, અર્જુને 179 બૉલમાં પોતાની સેન્ચુરી ફટકારી દીધી છે. રણજી ટ્રૉફીમાં ગોવાની મેચ રાજસ્થાન સામે રમાઈ રહી છે અને આ 23 વર્ષના અર્જુનની ડેબ્યૂ મેચ છે.
અર્જુન તેંદુલકર (ફાઈલ તસવીર)
પૂર્વ ભારતીય ક્રિકેટર (Former Indian Cricketer) સચિન તેંદુલકરના (Sachin Tendulkar`s Son) દીકરા અર્જુન તેંદુલકરે (Arjun Tendulkar) રણજી ટ્રૉફીમાં (Ranji Trophy) કમાલ કરી બતાવ્યું. ગોવા માટે પોતાનો ડેબ્યૂ કરતા અર્જુને શાનદાર શતક ફટકાર્યું છે, અર્જુને 179 બૉલમાં પોતાની સેન્ચુરી ફટકારી દીધી છે. રણજી ટ્રૉફીમાં ગોવાની મેચ રાજસ્થાન સામે રમાઈ રહી છે અને આ 23 વર્ષના અર્જુનની ડેબ્યૂ મેચ છે.
સાતમા નંબરે બેટિંગ કરવા આવેલા અર્જુન તેંદુલકરે શાનદાર બેટિંગ કરી અને વિરોધી ટીમના છગ્ગા છોડાવ્યા. અર્જુન તેંદુલકરે 178 બૉલમાં પોતાની સેન્ચુરી પૂરી કરી, જેમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ છે.
ADVERTISEMENT
પોતાની ઈનિંગમાં અર્જુને કુલ 26 સિંગલ, 7 ડબલ્સ પણ લીધા. લગભગ 56ના સ્ટ્રાઈક રેટથી રન્સ ફટકાર્યા અને પોતાની ઇન્ડિંગમાં 131 ડૉટ બૉલ પણ રમ્યો. અર્જુને લગભગ રાજસ્થાનના દરેક બૉલર પર આકરા પ્રહાર કર્યા અને સેન્ચુરી ફટકારી. અર્જુન તેંદુલકર પોતાની આ ઈનિંગમાં કુલ 120 રન્સ કરીને આઉટ થયો. તેણે કુલ 207 બૉલમાં 16 ચોગ્ગા, 2 છગ્ગા ફટકાર્યા. અર્જુનને કમલેશ નાગરકોટીએ આઉટ કર્યો.
અર્જુન તેંદુલકરે આ ઈનિંગમાં સુયશ પ્રભુદેસાઈ સાથે રેકૉર્ટ 200થી વધારે રન્સની ભાગીદારી પણ કરી. બન્નેએ 333 બૉલમાં 200 રન્સ ફટકાર્યા. જેમાં અર્જુનનું યોગદાન વધારે હતું.
સચિને પણ રણજી ડેબ્યૂમાં ફટકારી હતી સદી
ઉલ્લેખનીય છે કે સચિન તેંદુલકરે પણ પોતાના રણજી ડેબ્યૂ મેચમાં શાનદાર સદી ફટકારી હતી અને તે સમયે આવો કમાલ કરનાર તે સૌથી યુવાન બેટ્સમેન હતો. 11988માં મુંબઈ માટે રમતા સચિન તેંદુલકરે 15 વર્ષ 231 દિવસની ઉંમરમાં પોતાની ડેબ્યૂ મેચમાં સદી ફટકારી હતી. સચિને આ સદી ગુજરાતની સામે કરી હતી.
આ પણ વાંચો : Arjun Tendulkar:માસ્ટર બ્લાસ્ટર સચિનના પુત્રની આવી છે ક્રિકેટ કરિયર
રણજી ટ્રૉફી ડેબ્યૂમાં શતક
સચિન તેંદુલકર 15 વર્ષ 231 દિવસ (ગુજરાત સામે)
અર્જુન તેંદુલકર 23 વર્ષ 81 દિવસ (રાજસ્થાન સામે)
આ પણ વાંચો : આવનારો પથ મુશ્કેલ છે એવું ધારીને જ આગળ વધજે: સચિનની અર્જુનને સલાહ
આ વર્ષે ગોવા શિફ્ટ થયો છે અર્જુન
23 વર્ષનો અર્જુન તેંદુલકર ઑલરાઉન્ડર તરીકે રમે છે, અત્યાર સુધી પોતાની બૉલિંગથી તે અનેક વાર ચર્ચામાં છવાયો છે. પણ આ વખતે બેટિંગથી ધમાલ મચાવતો તેણે બધાને પોતાને ફેન બનાવી લીધા છે. અર્જુન તેંદુલકર પણ પહેલા મુંબઈ તરફથી જ રણજી ટ્રૉફીમાં સામેલ થયો હતો, પણ તેને રમવાની તક મળી નહોતી. એવામાં આ સીઝન પહેલા અર્જુને ગોવા શિફ્ટ થવાનો નિર્ણય લીધો, અને અહીં ડેબ્યૂમાં આવતા જ તેણે સેન્ચુરી ફટકારી દીધી.
આ પણ વાંચો : અર્જુન તેન્ડુલકરને આ વખતની આઇપીએલમાં કેમ રમવા ન મળ્યું?
અર્જુન તેંદુલકર ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાયેલા છે. જો કે, છેલ્લા બે વર્ષથી તેમને ડેબ્યૂ કરવાની તક મળી નથી. અર્જુનને પહેલી સીઝનમાં 20 લાખ અને બીજી સીઝનમાં 30 લાખ રૂપિયામાં મુંભઈ ઈન્ડિયન્સે પોતાની સાથે રાખ્યો હતો. હવે અર્જુન તેંદુલકરના નામે રણજીમાં સદી થઈ ગઈ છે, એવામાં હવે આશા છે કે આઈપીએલલમાં ડેબ્યૂનો ઈંતેજાર પણ પૂરો થશે.