શ્રીલંકાના ૩૭ વર્ષના ઑલરાઉન્ડર ઍન્જેલો મૅથ્યુઝે ટેસ્ટ-ક્રિકેટમાં ઓછી મૅચ ફાળવવા બદલ ICCની જાહેરમાં ટીકા કરી છે
ઍન્જેલો મૅથ્યુઝ
શ્રીલંકાના ૩૭ વર્ષના ઑલરાઉન્ડર ઍન્જેલો મૅથ્યુઝે ટેસ્ટ-ક્રિકેટમાં ઓછી મૅચ ફાળવવા બદલ ICCની જાહેરમાં ટીકા કરી છે. તેણે સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘આ સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે શ્રીલંકા આખા વર્ષમાં માત્ર ચાર ટેસ્ટ-મૅચ રમી રહ્યું છે જેમાં આ મહિને ઑસ્ટ્રેલિયા સામેની બે ટેસ્ટ-મૅચ પણ સામેલ છે.’
જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં શ્રીલંકા ઑસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) ૨૦૨૩-’૨૫ની અંતિમ ટેસ્ટ-સિરીઝ રમશે. સાથે જ શ્રીલંકા જૂનમાં બંગલાદેશ સામે બે ટેસ્ટ-મૅચ રમશે. શ્રીલંકા ૨૦૨૩-’૨૫ની સીઝનમાં ૧૩ ટેસ્ટ-મૅચ રમ્યું છે, જ્યારે જૂન ૨૦૨૫થી શરૂ થતી આગામી WTC સીઝનમાં એના માટે માત્ર ૧૨ ટેસ્ટ-મૅચનું આયોજન કરવામાં આવ્યું છે. ટેસ્ટ-મૅચના અભાવને કારણે શ્રીલંકન પ્લેયર્સમાં રોષ જોવા મળી રહ્યો છે.