આઈપીએલ 2023ની ફાઈનલ મેચ પહેલા જ અંબાતી રાયડૂએ આ ટી20 લીગમાંથી પોતાનો સંન્યાસ જાહેર કરી દીધો હતો. રાયડૂએ ફાઈનલ મેચમાં 8 બૉલમાં 19 રન્સ ફટકાર્યા હતા.
IPL 2023
અંબાતી રાયડૂ (ફાઈલ તસવીર)
આઈપીએલની 16મી સીઝનની ફાઈનલ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર અંબાતી રાયડૂએ હવે ક્રિકેટના દરેક ફૉર્મેટમાંથી પોતાના સંન્યાસની જાહેરાત કરી દીધી છે. ફાઈનલ મેચના શરૂ થતાં પહેલા રાયડૂએ આ ટૂર્નામેન્ટમાંથી સંન્યાસ લેવાની માહિતી ચાહકો સાથે સોશિયલ મીડિયા પર શૅર કરી હતી.
અંબાતી રાયડૂની બેટથી ફાઈનલ મેચમાં 8 બૉલમાં આવેલા 19 રનની ઈનિંગે ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. ચેન્નઈ સુપર કિંગ્સને જ્યારે પાંચમીવાર આઈપીએલ ટ્રૉફી સોંપવામાં આવી તો તે ધોનીને પણ અંબાતી રાયડૂને આપવામાં આવી. રાયડૂ ટીમની જીત બાદ ભાવુક જોવા મળ્યા અને તેમણે આ એક પરીકતાનો અંત છે અને આમાં વધારેની આશા નહોતો કરી શખતો. આ અવિશ્વસનીય છે, ખરેખર હું ભાગ્યશાળી છું કે આ મહાન ટીમ તરફથી રમ્યો.
ADVERTISEMENT
અંબાતી રાયડૂએ એક ખેલાડી તરીકે આઈપીએલના ઈતિહાસમાં છઠ્ઠીવાર ટ્રોફી જીતી છે. ચેન્નઈ પહેલા રાયડૂ મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો પણ મહત્વનો ભાગ રહી ચૂક્યો છે. રાયડૂએ 203 આઈપીએલ મેચમાં 28.05ના સરેરાશથી કુલ 4348 રન્સ ફટકાર્યા. આમાં એક સેન્ચુરી ઈનિંગ સાથે 22 હાફ સેન્ચુરી પણ સામેલ છે.
— ATR (@RayuduAmbati) May 30, 2023
ઘરગથ્થૂ ક્રિકેટમાં આવો રહ્યો રેકૉર્ડ
ગરગથ્થૂ ક્રિકેટમાં અંબાતી રાયડૂના પ્રદર્શનની વાત કરીએ તો તેમે 97 પ્રથમ શ્રેણીની મેચમાં 45.56ની રનરેટથી કુલ 6151 રન્સ કર્યા. આમાં 16 સેન્ચુરી અને 34 હાફ સેન્ચુરી સામેલ છે. આ સિવાય 178 લિસ્ટ એ મેચોમાં અંબાતી રાયડૂએ 39.48ના રનરેટથી 5607 રન્સ ફટકાર્યા છે. આમાં 5 સેન્ચુરી સાથે 40 હાફ સેન્ચુરી પણ સામેલ છે.
આ પણ વાંચો : Air India ફ્લાઇટમાં પહેલા અપશબ્દો પછી કર્યો હુમલો, ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અંબાતી રાયડૂના રેકૉર્ડને જોતાં તેણે 55 વનડે મેચમાં 47.06ના રનરેટ સાથે 1694 રન્સ પોતાના કરિઅરમાં કર્યા. રાયડૂના નામે વનડેમાં 3 સેન્ચુરી અને 10 હાફ સેન્ચુરી સામેલ છે. રાયડૂને 7 ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં રમવાની તક મળી જો કે અહીં તેણે 12.2ની રનરેટ સાથે 61 રન્સ જ કર્યા હતા.