બૅન્ગલોરમાં પ્રથમ ક્વૉર્ટર ફાઇનલ બેંગાલ અને ઝારખંડ વચ્ચે રમાશે અને એ માટેની બેંગાલની ટીમમાં ભારતના ટોચના પેસ બોલર મોહમ્મદ શમી ઉપરાંત તેના નાના ભાઈ મોહમ્મદ કૈફનો પણ સમાવેશ કરાયો છે
મોહમ્મદ શમી
૬ જૂને બૅન્ગલોરમાં પ્રથમ ક્વૉર્ટર ફાઇનલ બેંગાલ અને ઝારખંડ વચ્ચે રમાશે અને એ માટેની બેંગાલની ટીમમાં ભારતના ટોચના પેસ બોલર મોહમ્મદ શમી ઉપરાંત તેના નાના ભાઈ મોહમ્મદ કૈફનો પણ સમાવેશ કરાયો છે. પચીસ વર્ષનો મોહમ્મદ કૈફ પણ તેના મોટા ભાઈની માફક રાઇટ-આર્મ પેસ બોલર છે. ૩૧ વર્ષનો શમી ફાસ્ટ બોલર અને કૈફ મીડિયમ ફાસ્ટ બોલર છે. બન્ને ભાઈઓનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો હતો. બેંગાલની ટીમનો કૅપ્ટન અભિમન્યુ એશ્વરન છે અને ટીમમાં વૃદ્ધિમાન સાહા, મનોજ તિવારી, શાહબાઝ અહમદ પણ છે.