ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ઍલસ્ટર કુકે પર્થ ટેસ્ટમાં ભારતીય ટીમની બહાદુરીની પ્રશંસા કરી હતી. ૫૦૦થી વધુ ટેસ્ટ-વિકેટ લેનાર રવિચન્દ્રન અશ્વિન વગર મેદાનમાં ઊતરીને પણ શાનદાર કમબૅક કરનાર ભારતીય ટીમના માઇન્ડસેટને પણ તેણે શાનદાર ગણાવ્યું હતું
મિચલ સ્ટાર્ક, યશસ્વી જાયસવાલ
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ઍલસ્ટર કુકે પર્થ ટેસ્ટમાં ભારતીય ટીમની બહાદુરીની પ્રશંસા કરી હતી. ૫૦૦થી વધુ ટેસ્ટ-વિકેટ લેનાર રવિચન્દ્રન અશ્વિન વગર મેદાનમાં ઊતરીને પણ શાનદાર કમબૅક કરનાર ભારતીય ટીમના માઇન્ડસેટને પણ તેણે શાનદાર ગણાવ્યું હતું. એક ઇન્ટરવ્યુમાં તેણે ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કનો નીડરતાથી સામનો કરનાર ભારતીય ઓપનર યશસ્વી જાયસવાલનાં પણ ભરપેટ વખાણ કર્યાં હતાં.
૩૯ વર્ષના કુકે કહ્યું હતું કે ‘પર્થ ટેસ્ટમાં જાયસવાલે હજી ૧૦૦ રન પણ નહોતા બનાવ્યા છતાં તે સ્ટાર્કને કહી રહ્યો હતો કે તું ધીમી બોલિંગ કરી રહ્યો છે. મેં મિચલ સ્ટાર્કનો સામનો કર્યો છે અને તે ખરેખર ધીમી ગતિએ બોલિંગ નથી જ કરતો અને જો તે ધીમી બોલિંગ કરતો હોત તો હું ચૂપ રહ્યો હોત અને તેને હેરાન ન કર્યો હોત, પણ બાવીસ વર્ષના યશસ્વીમાં જબરદસ્ત આત્મવિશ્વાસ છે. ઑસ્ટ્રેલિયાની ધરતી બૅટિંગ માટે સૌથી મુશ્કેલ સ્થાન છે. તે શાનદાર પ્લેયર છે.’