૩૨,૦૦૦ દર્શકોની ક્ષમતાવાળું કાનપુરનું ગ્રીન પાર્ક સ્ટેડિયમ ગંગા નદી પાસે સ્થિત છે. આ સ્ટેડિયમનું નામ બ્રિટિશ મહિલા મૅડમ ગ્રીનના નામ પરથી પડ્યું હતું જે ૧૯૪૦ના દાયકામાં અહીં ઘોડેસવારીનો અભ્યાસ કરતી હતી
ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ સેશન દરમ્યાન આકાશદીપ.
ભારતીય બોલર આકાશદીપ ઉત્તર પ્રદેશના વારાણસીનો રહેવાસી છે. તેણે હાલમાં બાળપણનો કિસ્સો સંભળાવતાં કહ્યું હતું કે ‘ગ્રીન પાર્કનું નામ તેણે પહેલી વાર સાંભળ્યું ત્યારે વિચાર્યું કે ગ્રીન પાર્ક એકદમ હરિયાળું હશે જેથી એનું નામ ગ્રીન પાર્ક પડ્યું. આજે તે ગ્રીન પાર્કમાં મૅચ રમવા જઈ રહ્યો છે. તે તેના માટે ગર્વની વાત છે.’
૩૨,૦૦૦ દર્શકોની ક્ષમતાવાળું કાનપુરનું ગ્રીન પાર્ક સ્ટેડિયમ ગંગા નદી પાસે સ્થિત છે. આ સ્ટેડિયમનું નામ બ્રિટિશ મહિલા મૅડમ ગ્રીનના નામ પરથી પડ્યું હતું જે ૧૯૪૦ના દાયકામાં અહીં ઘોડેસવારીનો અભ્યાસ કરતી હતી. સપ્ટેમ્બર ૨૦૧૬માં ભારતીય ટીમ પોતાની ૫૦૦મી ટેસ્ટ આ જ મેદાન પર ન્યુ ઝીલૅન્ડ સામે રમી હતી અને ૧૯૭ રને યાદગાર વિજય મેળવ્યો હતો.