મુંબઈ રણજી ટીમના વર્તમાન કૅપ્ટન અજિંક્ય રહાણેએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સોશ્યલ મીડિયા પરના તેના દિવાળીપૂજા અને ફૅમિલીના દિવાળી સેલિબ્રેશનના ફોટોમાં જોવા મળ્યું કે અજિંક્ય રહાણેએ પોતાના પૂજાઘરમાં ભગવાનની બાજુમાં ક્રિકેટની બૅટ પણ રાખી છે
અજિંક્ય રહાણેએ પોતાના પૂજાઘરમાં ભગવાનની બાજુમાં ક્રિકેટની બૅટ પણ રાખી છે
ભારતીય ક્રિકેટના તમામ સ્ટાર્સ તેમની ફૅમિલી સાથે દિવાળીની ઉજવણી કરતા જોવા મળ્યા હતા જેમાંથી મુંબઈ રણજી ટીમના વર્તમાન કૅપ્ટન અજિંક્ય રહાણેએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સોશ્યલ મીડિયા પરના તેના દિવાળીપૂજા અને ફૅમિલીના દિવાળી સેલિબ્રેશનના ફોટોમાં જોવા મળ્યું કે અજિંક્ય રહાણેએ પોતાના પૂજાઘરમાં ભગવાનની બાજુમાં ક્રિકેટની બૅટ પણ રાખી છે. અજિંક્યનો આ નિર્ણય દર્શાવે છે કે તે ક્રિકેટ અને ભગવાનને સમાન દરજ્જો આપે છે. કદાચ એટલે જ કહેવાય છે કે ભારતમાં ક્રિકેટ એ રમત નથી, પણ ધર્મ છે.