ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સૌરવ ગાંગુલીને એવું લાગે છે
સૌરવ ગાંગુલી
ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સૌરવ ગાંગુલીએ બૉર્ડર-ગાવસકર ટ્રોફી માટે વિરાટ કોહલીનું સમર્થન કરીને એક ચોંકાવનારી વાત કહી હતી. બાવન વર્ષના ગાંગુલીને લાગે છે કે ૩૬ વર્ષના કોહલીની આ
ટેસ્ટ-ક્રિકેટમાં છેલ્લી ઑસ્ટ્રેલિયા-ટૂર હોઈ શકે છે. તેણે રિષભ પંતને આ જનરેશનની બેસ્ટ ટૅલન્ટ ગણાવીને તેને વિરાટ કોહલી બાદનો બેસ્ટ રેડ બૉલ ક્રિકેટર પણ કહ્યો હતો.
સૌરવ ગાંગુલીએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘વિરાટ ચૅમ્પિયન બૅટર છે. ઑસ્ટ્રેલિયામાં તેનો રેકૉર્ડ મજબૂત રહ્યો છે. ઑસ્ટ્રેલિયામાં તેની લગભગ ૬ ટેસ્ટ-સેન્ચુરી છે. આપણે સ્વીકારવું પડશે કે તે સમય સાથે જુવાન નથી થઈ રહ્યો. ૨૮-૨૯-૩૦ વર્ષની ઉંમરે રમત અલગ હોય છે અને ૩૬-૩૭ વર્ષની ઉંમરે અલગ હોય છે. તે પણ જાણે છે કે ટેસ્ટ-ક્રિકેટ રમવા માટે આ તેની કદાચ છેલ્લી ઑસ્ટ્રેલિયા-ટૂર હોઈ શકે છે. તે આ સિરીઝ માટે તૈયાર હશે. ઑસ્ટ્રેલિયામાં તે પરિસ્થિતિનો આનંદ માણશે. પિચ ઝડપી હશે, તેના પર ગતિ હશે, બાઉન્સ હશે. કુકાબુરા બૉલ સાથે સીમ મૂવમેન્ટ હશે. આ સિરીઝ તેના માટે સારી ન બને તો મને ખૂબ જ આશ્ચર્ય થશે.’
ADVERTISEMENT
આૅસ્ટ્રેલિયાની ધરતી પર કાંગારૂઓ સામે વિરાટ કોહલીનો ટેસ્ટ-રેકૉર્ડ
મૅચ ૧૩
ઇનિંગ્સ ૨૫
રન ૧૩૨૫
સેન્ચુરી ૦૬
ફિફ્ટી ૦૪
ડક ૦૨
ચોગ્ગા ૧૫૧
છગ્ગા ૦૩
ઍવરેજ ૫૪.૦૮
સ્ટ્રાઇક-રેટ ૫૩.૧૪