Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સ્મિથે ચાહકોને કહ્યું, ‘મારી બૅગી ગ્રીન કૅપ ઉંદરે કોતરી નાખી છે’

સ્મિથે ચાહકોને કહ્યું, ‘મારી બૅગી ગ્રીન કૅપ ઉંદરે કોતરી નાખી છે’

Published : 14 December, 2022 12:18 PM | Modified : 14 December, 2022 12:33 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑસ્ટ્રેલિયનો માટે બૅગી ગ્રીન કૅપ મૂલ્યવાન કહેવાય છે

સ્ટીવ સ્મિથ

સ્ટીવ સ્મિથ


ઑસ્ટ્રેલિયાનો કાર્યવાહક ટેસ્ટ-સુકાની સ્ટીવ સ્મિથ તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ઍડીલેડની ટેસ્ટમાં જૂનીપુરાણી અને આગળથી ફાટેલી બૅગી ગ્રીન કૅપ પહેરીને રમ્યો એ મુદ્દો ક્રિકેટજગતમાં ચર્ચાના ચકડોળે ચડ્યો છે. ઑસ્ટ્રેલિયનો માટે બૅગી ગ્રીન કૅપ મૂલ્યવાન કહેવાય છે અને સ્મિથે ૨૦૧૦માં ટેસ્ટ-કરીઅર શરૂ કરી ત્યારથી આ કૅપ સાચવી રાખી છે. સોશ્યલ મીડિયામાં તેની ફાટેલી કૅપનો ફોટો વાઇરલ થતાં તેની ખૂબ ટીકા થઈ છે, પરંતુ સ્મિથે કારણમાં કહ્યું  કે ‘હું શ્રીલંકાના ગૉલમાં હતો ત્યારે એક દિવસ મેં રાબેતા મુજબ મારી બૅગી ગ્રીન કૅપ રાતે ચૅન્જિંગ રૂમમાં મૂકી હતી. બીજા દિવસે આવીને જોયું તો ઉંદરે એ કૅપ આગળથી કોતરી  નાખી હતી. એ બહુ ફાટી ગઈ છે, હું અઠવાડિયામાં સરખી કરાવી લઈશ.’


Whatsapp-channel Whatsapp-channel

14 December, 2022 12:33 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK