Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સાઉથ આફ્રિકાના મિડલ ઑર્ડરને ધરાશાયી કરનાર અલ્લાહ ગઝન‍ફર રવિચંદ્રન અશ્વિનને માને છે આદર્શ

સાઉથ આફ્રિકાના મિડલ ઑર્ડરને ધરાશાયી કરનાર અલ્લાહ ગઝન‍ફર રવિચંદ્રન અશ્વિનને માને છે આદર્શ

20 September, 2024 11:35 AM IST | Abu Dhabi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વન-ડે ઇતિહાસમાં પહેલી વાર અફઘાનિસ્તાને સાઉથ આફ્રિકાને હરાવ્યું, આજે બીજી વન-ડે મૅચ

અલ્લાહ ગઝનફર

અલ્લાહ ગઝનફર


યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં બુધવારે રમાયેલી વન-ડે મૅચમાં સાઉથ આફ્રિકા સામે ૬ વિકેટે જીત મેળવીને અફઘાનિસ્તાને ઇતિહાસ રચી દીધો છે. સાઉથ આફ્રિકા સામેની ઓવરઑલ ત્રીજી વન-ડે મૅચ અને પહેલી વન-ડે સિરીઝમાં અફઘાનિસ્તાને પહેલી જીત મેળવી હતી. અફઘાનિસ્તાન સામે પહેલી વાર હારનાર સાઉથ આફ્રિકાએ ઑલઆઉટ થઈને ૩૩.૩ ઓવરમાં ૧૦૬ રનનો સ્કોર કર્યો હતો જેને અફઘાનિસ્તાને ૨૬ ઓવરમાં ૪ વિકેટે ચેઝ કરી લીધો હતો. આજે સાંજે ૫.૩૦ વાગ્યાથી બન્ને ટીમ વચ્ચે ત્રણ મૅચની સિરીઝની બીજી વન-ડે મૅચ રમાશે. 
 
સાઉથ આફ્રિકાએ પહેલી ૧૦ ઓવરમાં ૩૬ રનમાં ૭ વિકેટ ગુમાવી દીધી હતી, જે એની વન-ડે ઇતિહાસની સૌથી ખરાબ શરૂઆત હતી. અફઘાનિસ્તાન તરફથી ફઝલહક ફારુકીએ ચાર વિકેટ, અલ્લાહ ગઝનફરે ત્રણ વિકેટ અને રાશિદ ખાને બે વિકેટ લઈને ધમાલ મચાવી હતી. માર્ચ ૨૦૨૪માં ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરનાર ૧૮ વર્ષના અલ્લાહ ગઝનફરે ૧૦ ઓવરમાં ૨૦ રન આપ્યા હતા, જેમાંથી તેણે બે ઓવર મેઇડન કરી હતી. આ મૅચમાં પહેલી ઇન્ટરનૅશનલ વિકેટ લેનાર આ ૬ ફુટ બે ઇંચ લાંબા ખેલાડીએ સાઉથ આફ્રિકાના ત્રણ મિડલઑર્ડર બૅટર્સની વિકેટ પાવરપ્લેમાં ઝડપી લીધી હતી. 




ભારતના સ્પિનર રવિચન્દ્રન અશ્વિનને આદર્શ માનનાર આ ખેલાડી કરીઅરની શરૂઆતમાં ફાસ્ટ બોલર હતો. નવા બૉલથી બન્ને દિશામાં બૉલ ટર્ન કરાવવાની ક્ષમતા રાખતો આ ખેલાડી અફઘાનિસ્તાન માટે અન્ડર-19 વર્લ્ડ 2024માં પણ રમ્યો છે. IPL 2024માં આ મિસ્ટરી સ્પિનરને કલકત્તા નાઇટ રાઇડર્સે ૨૦ લાખની બેઝ પ્રાઇસમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો, પણ તેને ડેબ્યુ કરવાની તક મળી નહોતી. 


Whatsapp-channel Whatsapp-channel

20 September, 2024 11:35 AM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK