ન્યુ ઝીલૅન્ડના ખેલાડીઓને ગિફ્ટ આપીને ખુશ કરી દીધા હતા
પાર્ટી
ટેસ્ટ-ઇતિહાસમાં પહેલી વાર અફઘાનિસ્તાન અને ન્યુ ઝીલૅન્ડની ટીમ વચ્ચે આજથી ટેસ્ટ-મૅચ રમાશે. ગ્રેટર નોએડા સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ગ્રાઉન્ડ આ ઐતિહાસિક ટેસ્ટ-મૅચનું સાક્ષી બનશે. આ એકમાત્ર ટેસ્ટ-મૅચ પહેલાં અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ન્યુ ઝીલૅન્ડના ખેલાડીઓને ડિનર-પાર્ટી આપી હતી.
ક્રિકેટના મેદાન પર પડકાર આપતાં પહેલાં તેમણે ન્યુ ઝીલૅન્ડના ખેલાડીઓને ગિફ્ટ આપીને ખુશ કરી દીધા હતા. ભૂતપૂર્વ ભારતીય બૅટિંગ કોચ વિક્રમ રાઠોરને નોએડા-ટેસ્ટ માટે અફઘાનિસ્તાનના કોચિંગ-સ્ટાફમાં સામેલ કરવામાં આવ્યા છે.