આજે શ્રીલંકા અને અફઘાનિસ્તાનની ટીમ વચ્ચે મેન્સ ઇમર્જિંગ એશિયા કપ 2024ની ફાઇનલ મૅચ રમાશે
ફાઇલ તસવીર
આજે શ્રીલંકા અને અફઘાનિસ્તાનની ટીમ વચ્ચે મેન્સ ઇમર્જિંગ એશિયા કપ 2024ની ફાઇનલ મૅચ રમાશે. પચીસમી ઑક્ટોબરે પહેલી સેમી ફાઇનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને સાત વિકેટે જ્યારે બીજી સેમી ફાઇનલમાં અફઘાનિસ્તાને ભારતને ૨૦ રને હરાવ્યું હતું. શ્રીલંકાની ટીમે ત્રીજી વાર જ્યારે અફઘાનિસ્તાનની ટીમે આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહેલી વાર એન્ટ્રી કરી છે. આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં પહેલી વાર ફાઇનલમાં ભારત અને પાકિસ્તાનની ટીમ રમતી જોવા મળશે નહીં. આ પહેલાંની પાંચેય ફાઇનલ મૅચમાં ભારત કે પાકિસ્તાનની ટીમે ભાગ લીધો હતો.
૨૦૧૩ની પહેલી સીઝનનું ચૅમ્પિયન ભારત ૨૦૧૮ અને ૨૦૧૯માં રનર-અપ રહ્યું હતું, જ્યારે પાકિસ્તાનની ટીમ ૨૦૧૩ અને ૨૦૧૭માં રનર-અપ જ્યારે ૨૦૧૯ અને ૨૦૨૩માં આ ટુર્નામેન્ટની ચૅમ્પિયન બની હતી. શ્રીલંકાની ટીમ ૨૦૧૭ અને ૨૦૧૮માં ચૅમ્પિયન બની હતી, જ્યારે અફઘાનિસ્તાન પાસે આજની ફાઇનલ મૅચ જીતીને ઇતિહાસ રચવાની તક છે. આજે ફાઇનલ મૅચ સાંજે સાત વાગ્યે શરૂ થશે.
ADVERTISEMENT
વર્ષ |
વિજેતા |
રનર-અપ |
૨૦૧૩ |
ભારત |
પાકિસ્તાન |
૨૦૧૭ |
શ્રીલંકા |
પાકિસ્તાન |
૨૦૧૮ |
શ્રીલંકા |
ભારત |
૨૦૧૯ |
પાકિસ્તાન |
બંગલાદેશ |
૨૦૨૩ |
પાકિસ્તાન |
ભારત |