T20 બૅટરોમાં પહોંચી ગયો બીજા સ્થાને, તિલક વર્માને ત્રીજા નંબરે ધકેલ્યો
અભિષેક શર્મા
ઇંગ્લૅન્ડ સામેની પાંચમી T20 મૅચમાં ૫૪ બૉલમાં ૧૩૫ રન ફટકારીને અભિષેક શર્મા T20 બૅટરોની યાદીમાં ૩૮ પગથિયાંની છલાંગ લગાવીને બીજા નંબરે પહોંચી ગયો છે. ૮૨૯ રેટિંગ પૉઇન્ટ્સ સાથે અભિષેક બીજા સ્થાને પહોંચ્યો છે, જ્યારે પહેલા સ્થાને ઑસ્ટ્રેલિયાનો ટ્રૅવિસ હેડ ૮૫૫ રેટિંગ પૉઇન્ટ્સ સાથે બિરાજમાન છે. અભિષેકે બીજા સ્થાને પહોંચવામાં ભારતના જ તિલક વર્માને એક સ્થાન નીચે ધકેલ્યો છે. તિલક હવે ૮૦૩ રેટિંગ પૉઇન્ટ્સ સાથે બીજાને બદલે ત્રીજા ક્રમાંકે આવી ગયો છે. ઇંગ્લૅન્ડનો ફિલ સૉલ્ટ અને ભારતનો સૂર્યકુમાર યાદવ પણ એક-એક સ્થાનના નુકસાન સાથે હવે ચોથા અને પાંચમા નંબરે છે.

