સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કૅપ્ટન એબી ડિવિલિયર્સે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પહેલી વાર પહોંચેલી વર્તમાન સાઉથ આફ્રિકન ટીમની ભરપૂર પ્રશંસા કરી છે.
એબી ડિવિલિયર્સ
સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કૅપ્ટન એબી ડિવિલિયર્સે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પહેલી વાર પહોંચેલી વર્તમાન સાઉથ આફ્રિકન ટીમની ભરપૂર પ્રશંસા કરી છે. તે માને છે કે આ ટીમે છેલ્લાં કેટલાંક વર્ષોથી અન્યાયી ટીકાનો સામનો કર્યો છે એ છતાં કૅપ્ટન ટેમ્બા બવુમાએ ટેસ્ટ-ક્રિકેટની શાનદાર ટીમોને પાછળ છોડીને સાઉથ આફ્રિકાને WTCની ફાઇનલમાં પહોંચાડ્યું છે.
એબી ડિવિલિયર્સ કહે છે કે ‘મને લાગે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં સાઉથ આફ્રિકાની અન્યાયી ટીકા થઈ રહી છે. ટીમ વિશે અભિપ્રાય આપતા પહેલાં તમારે છેલ્લાં ત્રણથી પાંચ વર્ષમાં થયેલા બધા ફેરફારોને ધ્યાનમાં લેવા જોઈએ. ઘણા અનુભવી પ્લેયર્સ નિવૃત્તિ લઈ રહ્યા છે. કોચિંગ સ્ટાફમાં ઘણા ફેરફારો થયા છે. ટીમમાં ઘણા ફેરફારો થયા છે અને ઘણા નવા ચહેરાઓ ટીમમાં જોડાયા છે. અમારી ટીમમાં ઘણી નવી બાબતો બની છે. આમ છતાં, આ ટીમ T20 વર્લ્ડ કપ ફાઇનલ માટે ક્વૉલિફાય થઈ અને હવે WTC ફાઇનલમાં પહોંચી ગઈ છે. એ ખરેખર અદ્ભુત છે અને આ સિદ્ધિ માટે ઘણો શ્રેય મળવો જોઈએ.’
ADVERTISEMENT
એબી ડિવિલિયર્સ માને છે કે ૨૦૦૮થી ૨૦૧૫ દરમ્યાન સાઉથ આફ્રિકન ટીમ વિશ્વની ટોચની ટીમોમાંની એક હતી. વર્તમાન ટીમને એ સ્તર સુધી પહોંચતા થોડો સમય લાગશે. ઑસ્ટ્રેલિયા WTC ફાઇનલમાં જીતવા માટે ફેવરિટ છે, પણ સાઉથ આફ્રિકન ટીમને અવગણી શકાય એમ નથી.