સાઉથ આફ્રિકાના દિગ્ગજ બૅટર એબી ડિવિલિયર્સે હાલમાં પોતાની યુટ્યુબ ચૅનલ પર ભારતના ક્રિકેટ ફૅન્સનાં દિલ જીતી લે એવી વાત કહી હતી. તેણે કહ્યું હતું કે ‘હું હંમેશાં સંજુ સૅમસનનો મોટો ફૅન રહ્યો છું.
એબી ડિવિલિયર્સ
સાઉથ આફ્રિકાના દિગ્ગજ બૅટર એબી ડિવિલિયર્સે હાલમાં પોતાની યુટ્યુબ ચૅનલ પર ભારતના ક્રિકેટ ફૅન્સનાં દિલ જીતી લે એવી વાત કહી હતી. તેણે કહ્યું હતું કે ‘હું હંમેશાં સંજુ સૅમસનનો મોટો ફૅન રહ્યો છું. સામાન્ય રીતે તે ૧૪૦-૧૬૦ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરે છે પણ હવે તે ૨૦૦ના સ્ટ્રાઇક-રેટથી બૅક-ટુ-બૅક સેન્ચુરી ફટકારી રહ્યો છે. તેનામાં કંઈક ટ્રિગર થયું છે. તેણે પોતાની રમતનું ગિયર વધાર્યું છે. હું આ વ્યક્તિને તમામ ફૉર્મેટમાં રમતો જોવા માગું છું. આશા છે કે ભારતીય ટીમના સિલેક્ટર્સ તેને ટેસ્ટ અને વન-ડે ટીમમાં પણ સામેલ કરશે.’
૨૯ વર્ષના સૅમસને જુલાઈ ૨૦૧૫માં T20 ફૉર્મેટથી ભારતીય ટીમ માટે ઇન્ટરનૅશનલ ડેબ્યુ કર્યું હતું. વન-ડે ફૉર્મેટમાં જુલાઈ ૨૦૨૧માં ડેબ્યુ કર્યા બાદ તે ડિસેમ્બર ૨૦૨૩માં છેલ્લી ઇન્ટરનૅશનલ વન-ડે રમ્યો હતો. તે હજી ભારતીય ટેસ્ટ-ટીમ માટે ડેબ્યુ કરી શક્યો નથી.