તે કહે છે કે ‘વિરાટ કોહલી જેવા ક્રિકેટર ભાગ્યે જ જન્મે છે. ૮૧ ઇન્ટરનૅશનલ સેન્ચુરી ફટકારવી એ અવિશ્વસનીય છે
સૌરવ ગાંગુલી
લાંબા સમયથી ખરાબ ફૉર્મ અને ટીકાઓનો સામનો કરનાર વિરાટ કોહલી વિશે ભારતીય ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ મોટી કમેન્ટ કરી છે. તે કહે છે કે ‘વિરાટ કોહલી જેવા ક્રિકેટર ભાગ્યે જ જન્મે છે. ૮૧ ઇન્ટરનૅશનલ સેન્ચુરી ફટકારવી એ અવિશ્વસનીય છે. મારા માટે તે કદાચ વિશ્વનો સૌથી મહાન વાઇટ બૉલ ક્રિકેટનો પ્લેયર છે. દરેક પ્લેયરની પોતાની શક્તિ અને નબળાઈઓ હોય છે. તમે જાણો છો કે દુનિયામાં એવો કોઈ પ્લેયર નથી જેની સાથે આવી ઘટના નથી બનતી. તે ભારતીય પરિસ્થિતિઓમાં રન બનાવશે અને મને હજી પણ લાગે છે કે વિરાટ કોહલીમાં ઘણું ક્રિકેટ બાકી છે. મને ચૅમ્પિયન્સ ટ્રોફીમાં તેના ફૉર્મ વિશે બહુ ચિંતા નથી, પણ ઇંગ્લૅન્ડની ટેસ્ટ-ટૂર તેના માટે એક મોટો પડકાર હશે.’