બુધવારે હૈદરાબાદમાં ભારતીય ટીમ માઇકલ બ્રેસવેલ (૧૪૦ રન, ૭૮ બૉલ, ૧૦ સિક્સર, ૧૨ ફોર)ના આક્રમણમાં છેવટે પરાજયથી બચી ગઈ હતી
પ્રતીકાત્મક તસવીર
વન-ડેમાં ભારત ઘરઆંગણે ડિસેમ્બર, ૨૦૧૯થી અત્યાર સુધીમાં છેલ્લી લાગલગાટ છ વન—ટુ-વન સિરીઝ જીત્યું છે અને હવે આજે રાયપુરમાં ન્યુ ઝીલૅન્ડ સામે શ્રેણીની બીજી મૅચ (બપોરે ૧.૩૦ વાગ્યાથી લાઇવ) પણ જીતીને સળંગ સાતમી સિરીઝ જીતવાની તક રોહિત શર્મા ઍન્ડ કંપનીને છે.
બુધવારે હૈદરાબાદમાં ભારતીય ટીમ માઇકલ બ્રેસવેલ (૧૪૦ રન, ૭૮ બૉલ, ૧૦ સિક્સર, ૧૨ ફોર)ના આક્રમણમાં છેવટે પરાજયથી બચી ગઈ હતી અને શુભમન ગિલ (૨૦૮ રન, ૧૪૯ બૉલ, ૯ સિક્સર, ૧૯ ફોર)ની ઐતિહાસિક ડબલ સેન્ચુરી એળે નહોતી ગઈ.
જોકે આજનું સ્થળ રાયપુરનું મેદાન ઇન્ટરનૅશનલ ક્રિકેટ માટે નવું છે એટલે ૫૦,૦૦૦ પ્રેક્ષકો વચ્ચે સાંજ પછીના ભેજની પરેશાનીમાં ભારત ટૉમ લેથમની ટીમ સામે જીતીને શ્રેણીમાં ૨-૦થી વિજયી સરસાઈ મેળવશે કે કેમ એ જોવું રહ્યું. રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં આઇપીએલની મૅચો રમાઈ છે, પણ એકેય ઇન્ટરનૅશનલ મુકાબલા નથી થયા.