ટીમ પેનની વાઇફે બેબીસીટર પંતની કરી ટાંગખીંચાઈ
રિષભ પંત
ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે જ્યારે છેલ્લી સિરીઝ રમાઈ હતી ત્યારે ટેસ્ટ ક્રિકેટ ટીમના કૅપ્ટન ટીમ પેન અને રિષભ પંત વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીમાં પેને તેને બેબીસીટર કહ્યો હતો. જોકે ટીમ પેનની પત્નીનું કહેવું છે કે રિષભ પંત ખરેખર બેસ્ટ બેબીસીટર છે. ગઈ કાલે જ્યારે પાછી આ બન્ને ટીમ આમને-સામને થઈ હતી ત્યારે ટીમ પેનની વાઇફ બોનીએ પંત અને પોતાનાં બાળકો સાથેનો એક ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. પંત સાથે મસ્તી કરતા બોનીએ ફોટો શૅર કરીને ફોટોને બેસ્ટ બેબીસિટરની કૅપ્શન આપી હતી. આ પોસ્ટ બાદ તેની પત્નીના ભારતમાં ઘણા નવા ચાહક બની ગયા હશે.