હોલ્ડર પર એક મૅચના પ્રતિબંધની ICCની કાર્યવાહીની વૉર્ને કરી ટીકા
શૅન વૉર્ન
ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શૅન વૉર્ન અને ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉર્ને ICC દ્વારા વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન જેસન હોલ્ડર પર મૂકેલા એક મૅચના પ્રતિબંધની ટીકા કરી હતી. ઇંગ્લૅન્ડ સામે ત્રણ મૅચની સિરીઝમાં ૨-૦થી અજેય લીડ મેળવી લીધી છે. બીજી ટેસ્ટને વેસ્ટ ઇન્ડીઝે માત્ર અઢી દિવસમાં જ જીતી લીધી હતી. શૅન વૉર્ને ICCના નિર્ણય પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘આ ટેસ્ટ ત્રણ દિવસ પણ નહોતી ચાલી છતાં ICCનો સ્લો ઓવર રેટ માટે હોલ્ડર સામે કાર્યવાહીનો નિર્ણય મને સમજાતો નથી. આ મામલે કૉમનસેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ જીત માટે તેમને શુભેચ્છા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટને એક મજબૂત વેસ્ટ ઇન્ડીઝની ટીમ જોઈએ છે. હું આશા રાખું છું કે એની આ શરૂઆત છે. હોલ્ડરે ICCની કાર્યવાહી સામે અપીલ કરવી જોઈએ.’
આ પણ વાંચો : આ ખેલાડીએ એક જ મેચમાં લગાવી 2-2 ડબલ સદી, 200 વર્ષમાં ફક્ત બીજીવાર થયું આ
ADVERTISEMENT
ICC દ્વારા સ્લો ઓવર રેટ માટે દોષી સાબિત થયા બાદ વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન જેસન હોલ્ડર પર એક મૅચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેને મૅચ-ફીના ૪૦ ટકા રકમનો દંડ કરવામાં આવ્યો છે. પરિણામે હોલ્ડર ઇંગ્લૅન્ડ સામે થનારી ત્રીજી ટેસ્ટમાં નહીં રમી શકે. હોલ્ડરના સ્થાને ક્રેગ બ્રેથવેટને કૅપ્ટન્સી સોંપાય એવી શક્યા છે. ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉર્ને કહ્યું હતું કે ‘આ માત્ર ૨૪૬ ઓવરોની ટેસ્ટ-મૅચ થઈ જે માત્ર અઢી દિવસ ચાલી. વેસ્ટ ઇન્ડીઝ શાનદાર ક્રિકેટ રમ્યું છતાં સ્લો ઓવર રેટ માટે કૅપ્ટન પર પ્રતિબંધ મુકાયો હતો.’