વીડિયોમાં જોઈ શકાય છે કે દર્શક તમાકુ ખાતાં-ખાતાં ફોન પર વાત કરી રહ્યો છે. મોઢામાં તમાકુ ચઢાવી ઊંચું જુએ છે ત્યારે આંખો પણ માંડ-માંડ ખૂલે છે.
કુમાર વિશ્વાસ
ઉત્તર પ્રદેશના કાનપુરમાં ભારત (India)અને ન્યૂઝીલેન્ડ (New zealand) વચ્ચે પહેલી ટેસ્ટ મેચ (Test match)રમાઈ રહી છે. ત્યારે ટેસ્ટ મેચના પહેલા દિવસે સ્ટેન્ડમાં એક દર્શક તમાકુ ખાતાં-ખાતાં મેચની મજા માણી રહ્યો હતો. તેવામાં આ દર્શક અચાનક કૅમેરામાં કેદ થઈ ગયો અને હવે આ ભાઈ ખુબ વાયરલ થઈ રહ્યાં છે. આ સમયે તેમના એક્સપ્રેશન જોવા જેવા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે દર્શક તમાકુ ખાતાં-ખાતાં ફોન પર વાત કરી રહ્યો છે. મોઢામાં તમાકુ ચઢાવી ઊંચું જુએ છે ત્યારે આંખો પણ માંડ-માંડ ખૂલે છે. તેમને જેવી ખબર પડે છે કે કેમેરો તેમની સામે આવી રહ્યો છે તેઓ એકદમ ખુશખુશાલ થઈ જાય છે અને ઉત્સાહભેર હાથ ઊંચા કરે છે.
ADVERTISEMENT
कानहीपुर में मैच अहै आज ?❤️??? pic.twitter.com/MpNVGstBZF
— Dr Kumar Vishvas (@DrKumarVishwas) November 25, 2021
બસ આ કારણે દર્શક સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે. નોંધનીય છે કે આ ઘટનાના મીમ્સ વસીમ જાફરે તેમના ઓફિશિયલ ટ્ટિટર પર શેર કર્યા છે. આ ઉપરાંત યુઝર્સ પણ તેના રસપ્રદ મીમ્સ શેર કરી રહ્યા છે.
આ તસવીર અનેક લોકો શેર કરી રહ્યા છે. એક તસવીર કવિ કુમાર વિશ્વાસે પણ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરી છે. આ તસવીર શેર કરતી વખતે તેણે તેના કેપ્શનમાં લખ્યું છે, `કાનહીપુરમાં અહૈ આજ મેચ .`
કુમાર વિશ્વાસે આ તસવીર શેર કર્યા બાદ તેના પર અનેક રિએક્શન આવી રહ્યા છે.

