હેડ કોચ રાહુલ દ્રવિડ અને કૅપ્ટન સંજુ સૅમસનની જોડી IPL 2025માં રાજસ્થાન રૉયલ્સ (RR)નો ટાઇટલનો દુકાળ ખતમ કરવાનો પ્રયાસ કરશે. ૨૩ માર્ચે હૈદરાબાદ સામે પોતાના અભિયાનની શરૂઆત કરવા આતુર રાજસ્થાન રૉયલ્સ આ સીઝનમાં સૌથી નાની ૨૦ સભ્યોની સ્ક્વૉડ ધરાવે છે.
રાજસ્થાન રૉયલ્સની રૉયલ સ્ક્વૉડ
હેડ કોચ રાહુલ દ્રવિડ અને કૅપ્ટન સંજુ સૅમસનની જોડી IPL 2025માં રાજસ્થાન રૉયલ્સ (RR)નો ટાઇટલનો દુકાળ ખતમ કરવાનો પ્રયાસ કરશે. ૨૩ માર્ચે હૈદરાબાદ સામે પોતાના અભિયાનની શરૂઆત કરવા આતુર રાજસ્થાન રૉયલ્સ આ સીઝનમાં સૌથી નાની ૨૦ સભ્યોની સ્ક્વૉડ ધરાવે છે. IPLની પહેલી સીઝનની ચૅમ્પિયન ટીમ રાજસ્થાન છ વાર પ્લે-ઑફમાં પહોંચી છે અને માત્ર બે વાર ફાઇનલ મૅચ રમી છે.
આ વર્ષે રાજસ્થાન પાસે સંજુ સૅમસન, નીતીશ રાણા, રિયાન પરાગ, યશસ્વી જાયસવાલ અને ધ્રુવ જુરેલ જેવા મજબૂત બૅટર છે. શિમરન હેટમાયર અને વાનિન્દુ હસરંગા જેવા ઑલરાઉન્ડર્સવાળી આ ટીમ પાસે મહેશ થિક્ષ્ણા, તુષાર દેશપાંડે જેવા પ્રભાવશાળી સ્પિનર્સ પણ છે. જોફ્રા આર્ચર, સંદીપ શર્મા સહિત અન્ય યંગ બોલર્સના વિકલ્પથી રાજસ્થાનનું બોલિંગ-યુનિટ મજબૂત બન્યું છે.
રાજસ્થાન રૉયલ્સે ૧૧૯.૭૦ કરોડ રૂપિયા ખર્ચીને ૨૦ સભ્યોની આ સ્ક્વૉડ તૈયાર કરી છે. ટીમમાં ૧૦૦ પ્લસ IPL મૅચ રમનાર ત્રણ પ્લેયર્સ છે, જ્યારે ત્રણ પ્લેયર્સ ટુર્નામેન્ટમાં ડેબ્યુ કરવાની આશા
રાખી રહ્યા છે. આ ટીમમાં પાંચ પ્લેયર ૩૦ પ્લસની ઉંમર ધરાવે છે. મીડિયમ ફાસ્ટ બોલર સંદીપ શર્મા (૩૧ વર્ષ ૩૦૬ દિવસ) સૌથી ઓલ્ડેસ્ટ પ્લેયર છે, જ્યારે વૈભવ સૂર્યવંશી આ ટીમની સાથે ટુર્નામેન્ટનો પણ યંગેસ્ટ પ્લેયર છે.
IPLની પહેલી સીઝનની ચૅમ્પિયન ટીમ રાજસ્થાન છ વાર પ્લે-ઑફમાં પહોંચી છે અને માત્ર બે વાર ફાઇનલ મૅચ રમી છે
ADVERTISEMENT
રાજસ્થાનનો કોચિંગ સ્ટાફ
કોચ ઃ રાહુલ દ્રવિડ
બૅટિંગ કોચ ઃ વિક્રમ રાઠોડ
બોલિંગ કોચ ઃ શેન બૉન્ડ
ક્રિકેટ ડિરેક્ટર ઃ કુમાર સંગકારા
રાજસ્થાનનો IPL રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૨૨૨ |
જીત |
૧૧૦ |
હાર |
૧૦૬ |
ટાઇ |
૦૩ |
નો-રિઝલ્ટ |
૦૩ |
જીતની ટકાવારી |
૪૯.૫૪ |
પ્લેયર્સની ઉંમર અને IPL અનુભવ |
સંજુ સૅમસન (૩૦ વર્ષ) - ૧૬૮ મૅચ |
સંદીપ શર્મા (૩૧ વર્ષ) - ૧૨૭ મૅચ |
નીતીશ રાણા (૩૧ વર્ષ) - ૧૦૭ મૅચ |
શિમરન હેટમાયર (૨૮ વર્ષ) - ૭૨ મૅચ |
રિયાન પરાગ (૨૩ વર્ષ) - ૭૦ મૅચ |
યશસ્વી જાયસવાલ (૨૩ વર્ષ) - ૫૩ મૅચ |
જોફ્રા આર્ચર (૨૯ વર્ષ) - ૪૦ મૅચ |
તુષાર દેશપાંડે (૨૯ વર્ષ) - ૩૬ મૅચ |
ધ્રુવ જુરેલ (૨૪ વર્ષ) - ૨૮ મૅચ |
મહેશ થિક્ષ્ણા (૨૪ વર્ષ) - ૨૭ મૅચ |
વાનિન્દુ હસરંગા (૨૭ વર્ષ) - ૨૬ મૅચ |
આકાશ માધવાલ (૩૧ વર્ષ) - ૧૩ મૅચ |
કુમાર કાર્તિકેય સિંહ (૨૭ વર્ષ) - ૧૨ મૅચ |
ફઝલહક ફારુકી (૨૪ વર્ષ) - ૦૭ મૅચ |
યુદ્ધવીર ચરક (૨૭ વર્ષ) - ૦૫ મૅચ |
શુભમ દુબે (૩૦ વર્ષ) - ૦૪ મૅચ |
ક્વેના મફાકા (૧૮ વર્ષ) - ૦૨ મૅચ |
વૈભવ સૂર્યવંશી (૧૩ વર્ષ) - ૦૦ |
IPL 2008થી 2024 સુધી પૉઇન્ટ્સ ટેબલમાં |
૨૦૦૮ - ચૅમ્પિયન |
૨૦૦૯ - છઠ્ઠું |
૨૦૧૦ - સાતમું |
૨૦૧૧ - છઠ્ઠું |
૨૦૧૨ - સાતમું |
૨૦૧૩ - ત્રીજું |
૨૦૧૪ - પાંચમું |
૨૦૧૫ - ચોથું |
૨૦૧૬ - સસ્પેન્ડ |
૨૦૧૭ - સસ્પેન્ડ |
૨૦૧૮ - ચોથું |
૨૦૧૯ - સાતમું |
૨૦૨૦ - આઠમું |
૨૦૨૧ - સાતમું |
૨૦૨૨ - રનર-અપ |
૨૦૨૩ - પાંચમું |
૨૦૨૪ - ત્રીજું |

