બંગલાદેશના ભૂતપૂર્વ કૅપ્ટન શાકિબ-અલ-હસનની બોલિંગ ઍક્શનને ક્લીન ચિટ મળી ગઈ છે અને હવે તે મેદાનમાં પાછો ફરી શકશે. શાકિબ હવે વિશ્વભરમાં વન-ડે અને લીગમાં રમી શકે છે. તેણે ટેસ્ટ અને T20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.
શાકિબ-અલ-હસનના દીકરાના બર્થ-ડેની ઉજવણીની તસવીરો
બંગલાદેશના ભૂતપૂર્વ કૅપ્ટન શાકિબ-અલ-હસનની બોલિંગ ઍક્શનને ક્લીન ચિટ મળી ગઈ છે અને હવે તે મેદાનમાં પાછો ફરી શકશે. શાકિબ હવે વિશ્વભરમાં વન-ડે અને લીગમાં રમી શકે છે. તેણે ટેસ્ટ અને T20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ઇંગ્લિશ કાઉન્ટી સરે ટીમ તરફથી રમતી વખતે તેની શંકાસ્પદ બોલિંગ-ઍક્શનની જાણ કરવામાં આવી હતી અને એને ગેરકાયદે જાહેર કરવામાં આવી હતી. બોલિંગ-ઍક્શન માટે તેણે ત્રીજી વાર ટેસ્ટમાંથી પસાર થવું પડ્યું હતું. બોલિંગના પ્રતિબંધને કારણે તેણે એશિયન લેજન્ડ T20 લીગ સહિત ઘણી ઇન્ટરનૅશનલ મૅચમાં રમવાની તક ગુમાવી હતી.

