આફ્રિકા ખંડ એના અપ્રતિમ સૌંદર્ય અને સાંસ્કૃતિક સમૃદ્ધિ માટે ઓળખાય છે. અહીં વૈવિધ્યપૂર્ણ લૅન્ડસ્કેપ, પ્રાચીન ઇતિહાસ અને વાઇબ્રન્ટ ટ્રેડિશન્સનું સંયોજન છે. અહીં વિશાળ રણ પણ છે અને લીલાંછમ જંગલો પણ. અહીં ઐતિહાસિક અજાયબીઓ પણ છે અને સમકાલીન શહેરો પણ. આફ્રિકાનાં આકર્ષક ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ સાહસિકો, પ્રકૃતિપ્રેમીઓ અને સંસ્કૃતિ એક્સપ્લોર કરવા માગતા લોકોને એટલો જ આનંદ આપે છે. આફ્રિકા એવો ખંડ છે જેને કોઈ એક વ્યાખ્યામાં બાંધી ન શકાય. ચાલો, આફ્રિકાનો વૈભવ દેખાડતાં ડાઇવર્સ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સમાં ડૂબકી લગાવીએ!
25 January, 2024 11:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent