Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Wankhede

લેખ

ગઈ કાલે અભિષેક શર્માને આઉટ કર્યા પછી વિલ જૅક્સ સાથે એને સેલિબ્રેટ કરતો મુંબઈ ઇન્ડિયન્સનો કૅપ્ટન હાર્દિક પંડ્યા.

એક વેન્યુ પર મુંબઈએ રન-ચેઝ કરતી વખતે સૌથી વધુ જીતનો કલકત્તાનો રેકૉર્ડ તોડ્યો

વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈએ રન-ચેઝ કરતી વખતે ૪૭માંથી ૨૯ મૅચ જીતી છે, જ્યારે કલકત્તાએ ઈડન ગાર્ડન્સમાંથી આવી પરિસ્થિતિમાં ૪૦માંથી ૨૮ જીત મેળવી છે.

19 April, 2025 10:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા

વાનખેડે સ્ટેડિયમમાં હવે દિવેચા પૅવિલિયન પાસે રોહિત શર્મા નામનું નવું સ્ટૅન્ડ હશે

ગ્રૅન્ડ સ્ટૅન્ડના ત્રીજા-ચોથા લેવલને મળશે શરદ પવાર અને અજિત વાડેકરનું નામ. મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA)ની ૮૬મી વાર્ષિક જનરલ મીટિંગમાં વાનખેડે સ્ટેડિયમના ત્રણ સ્ટૅન્ડનાં નામકરણ કરવામાં આવ્યાં છે.

17 April, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : મિડ-ડે

મીરા રોડના એક ગુજરાતી કપલે ઑનલાઇન બુકિંગ કરીને પેમેન્ટ કર્યું, પણ ટિકિટ ન મળી

IPLની મૅચ સ્ટેડિયમમાં જોવા માટે ઑનલાઇન ટિકિટ ખરીદતાં પહેલાં સાવધાન

09 April, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુ અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમ

૧૦ વર્ષ બાદ મુંબઈને એના ગઢમાં હરાવ્યું બૅન્ગલોરે

અંતિમ ઓવરમાં જીતવા માટે મુંબઈને ૧૯ રનની જરૂર હતી ત્યારે બૅન્ગલોરના સ્પિનર કૃણાલ પંડ્યાએ ચાર વિકેટ લઈને માત્ર ૬ રન આપ્યા. બૅન્ગલોરે આપેલા ૨૨૨ રનના ટાર્ગેટ સામે મુંબઈ ૯ વિકેટે ૨૦૯ રન બનાવીને ૧૨ રને હાર્યું.

08 April, 2025 09:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે જસપ્રીત બુમરાહ મુંબઈ ઇન્ડિયન્સના સ્કવૉડ સાથે જોડાયો ત્યારે બૅટિંગ કોચ કાઇરન પૉલાર્ડે તેને ઊંચકીને જોરદાર સ્વાગત કર્યું હતું. તસવીરો : અતુલ કાંબળે

એક દાયકાથી મુંબઈને વાનખેડે સ્ટેડિયમમાં માત નથી આપી શક્યું બૅન્ગલોર

વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ સામે હમણાં સુધી ૧૦માંથી માત્ર ત્રણ જ મૅચ જીત્યું છે બૅન્ગલોર

08 April, 2025 06:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાર્દિક પંડ્યાની કથિત ગર્લફ્રેન્ડ જૅસ્મિન વાલિયા

હાર્દિકની કથિત ગર્લફ્રેન્ડ જૅસ્મિન વાલિયા મુંબઈ ઇન્ડિયન્સની બસમાં કર્યું ટ્રાવેલ

જૅસ્મિન એ બસમાં બેસી હતી જે મુંબઈ ફ્રૅન્ચાઇઝીના પ્લેયર્સની પત્ની, ફૅમિલી અને નજીકના લોકો માટે હોય છે.

02 April, 2025 11:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાનખેડે સ્ટેડિયમના ડ્રેસિંગ રૂમમાં નીતા અંબાણી સાથે પહેલી જીતની ઉજવણી કરી મુંબઈની ટીમે.

એક સ્ટેડિયમમાં સૌથી વધુ મૅચ જીતવાનો કલકત્તાનો રેકૉર્ડ તોડી નાખ્યો મુંબઈએ

વાનખેડે સ્ટેડિયમમાં આ જીત સાથે મુંબઈએ કલકત્તાની ફ્રૅન્ચાઇઝીનો એક મોટો રેકૉર્ડ તોડ્યો છે. મુંબઈ હવે એક સ્ટેડિયમમાં સૌથી વધુ IPL જીત મેળવનારી ટીમ બની ગઈ છે.

02 April, 2025 11:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૅચ પહેલાં વાનખેડે સ્ટેડિયમમાં ફૅન્સે માણ્યો હતો બૉલીવુડ ઍક્ટ્રેસ અનન્યા પાંડેનો ગ્લૅમરસ પર્ફોર્મન્સ.

મુંબઈ તળિયેથી છઠ્ઠા નંબરેઆવી ગયું

IPL 2025ની બારમી મૅચમાં કલકત્તાના ૧૧૭ રનના ટાર્ગેટને મુંબઈએ ૧૨.૫ ઓવરમાં માત્ર બે વિકેટના નુકસાન સાથે ચેઝ કર્યો : ડિફેન્ડિંગ ચૅમ્પિયન કલકત્તાએ આ સીઝનનો લોએસ્ટ ૧૧૬ રનનો સ્કોર કર્યો

02 April, 2025 06:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

અવિનાશ શિર્કે અને અનિશ ડિસોઝાએ મળીને ૨૦૦૯માં ઑફિશ્યલી નૉર્થ સ્ટૅન્ડ ગૅન્ગની શરૂઆત કરી હતી.

વાનખેડે સ્ટેડિયમમાં નૉર્થ સ્ટૅન્ડમાં બેસીને મૅચ જોવાની મજા : ક્રિકેટ-ક્રેઝી લોકો

વાત ચાલી રહી છે નૉર્થ સ્ટૅન્ડ ગૅન્ગની. સ્ટેડિયમ પર સ્ટ્રેઇટ વ્યુની દૃષ્ટિએ નૉર્થ સ્ટૅન્ડ એ મોકાની જગ્યા મનાય છે. ૨૦૦૯માં આ જગ્યાએ બેસીને નિયમિત ક્રિકેટની મજા માણતા લોકોનું એક ગ્રુપ બન્યું જે  ‘નૉર્થ સ્ટૅન્ડ ગૅન્ગ’ તરીકે ઓળખાય છે હવે. ધીમે-ધીમે ક્રિકેટપ્રેમીઓ એમાં જોડાયા છે. આજે ૧૫૦થીયે વધુ ક્રિકેટલવર્સ એનો હિસ્સો છે અને પોતાના યુનિક સ્લોગન દ્વારા ખેલાડીઓથી લઈને સ્ટેડિયમમાં બેસેલા ઑડિયન્સમાં ઉત્સાહનું વાવાઝોડું લાવતા આ ખાસ ગ્રુપની ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેન્ડુલકર સહિત અનેક ક્રિકેટરો તારીફ કરી ચૂક્યા છે. ગોલ્ડન જ્યુબિલી મનાવી રહેલા મુંબઈના વાનખેડે સ્ટેડિયમ સાથે સંકળાયેલા આ ગ્રુપના કેટલાક ગુજરાતીઓ સાથે ગુફ્તગો કરીએ અને જાણીએ તેમના યાદગાર અનુભવો ‘સચિન.... સચિન...’, ‘ક્રિકેટ કા બૉસ કૌન? કોહલી... કોહલી...’, ‘ચૌકા લગા, ચૌકા લગા... હુ... હા... હુ... હા...’, ‘જીતેગા ભાઈ જીતેગા... ઇન્ડિયા જીતેગા’ જેવાં અઢળક સ્લોગન સાથે વાનખેડે સ્ટેડિયમને જીવંત બનાવવાનું કામ કરતા નૉર્થ સ્ટૅન્ડ ગૅન્ગના સભ્યો હવે ક્રિકેટની દુનિયામાં નોંધનીય સ્થાન પામી ચૂક્યા છે. અત્યારે વાનખેડે સ્ટેડિયમની પચાસમી વર્ષગાંઠની ઉજવણી થઈ રહી છે ત્યારે આ ગ્રુપના સભ્યોએ ભારતીય ક્રિકેટ ટીમને જિતાડવા માટે મોટિવેશનલ માહોલ ઊભો કરવા માટેનું યોગદાન આપ્યું છે અને ઓવરઑલ ક્રિકેટના શ્રેષ્ઠ પર્ફોર્મન્સને બિરદાવવા સ્ટેડિયમમાં ઑડિયન્સ તરીકે પણ જે કાબિલેદાદ કામ કર્યું છે એના યાદગાર કિસ્સાઓ વિશે આપણે વાત કરવાના છીએ. આ ગૅન્ગના સર્જનથી લઈને એમાં સામેલ ગુજરાતીઓની એવી ગાથાઓ આપણે જાણીશું જે ક્રિકેટપ્રેમી હોય કે ન હોય, પણ શરીરમાં રોમાંચની લહેર જન્માવી દેશે.

19 January, 2025 02:00 IST | Mumbai | Ruchita Shah
એમસીએ પ્રમુખ અજિંક્ય નાઈક, આદિત્ય ઠાકરે, અજિંક્ય રહાણે (તસવીર: સતેજ શિંદે)

વાનખેડે સ્ટેડિયમના 50 વર્ષ પૂર્ણ: અજિંક્ય રહાણે અને આદિત્ય ઠાકરે ઉજવણીમાં સામેલ

મુંબઈના પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમના ૫૦ વર્ષ પૂર્ણ થયા છે. વાનખેડે સ્ટેડિયમની 50મી એનિવર્સરીની જોરદાર ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ક્રિકેટ જગતના અનેક દિગ્ગજ ખેલાડીઓ સાથે નેતા આદિત્ય ઠાકરેએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. (તસવીર: સતેજ શિંદે)

15 January, 2025 08:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાનખેડે સ્ટેડિયમની ૫૦મી વર્ષગાંઠનું આયોજન કરવામાં આવ્યું હતું. (મિડ-ડે)

વાનખેડે સ્ટેડિયમની ૫૦મી એનિવર્સરીના ઉદ્ઘાટન સમારોહમાં જોડાયા દિગ્ગજ ક્રિકેટર્સ

લેજન્ડ્રી બૅટર સુનીલ ગાવસ્કર અને ભૂતપૂર્વ ખેલાડી વિનોદ કાંબલી સહિત અનેક મુંબઈના કેટલાક ક્રિકેટ દિગ્ગજોનું રવિવારે વાનખેડે સ્ટેડિયમના ૫૦મા વર્ષગાંઠ સમારોહના ઉદ્ઘાટન પ્રસંગે મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) દ્વારા સન્માન કરવામાં આવ્યું. (મિડ-ડે)

12 January, 2025 07:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બસને તૈયાર કરવામાં આવી રહી છે (તસવીર- નિમેશ દવે)

ઈન્ડિયન ક્રિકેટ ટીમ માટે બસ રેડી, જોરદાર ઉત્સાહ સાથે થઈ રહી છે પરેડની તૈયારીઓ

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ આજે ભારતીય ક્રિકેટ ટીમ નવી દિલ્હીમાં વહેલી સવારે ઉતરી હતી. જ્યાં તેઓ PM નરેન્દ્ર મોદીને મળશે અને ત્યારબાદ આજે ટીમ ઈન્ડિયા મુંબઈમાં આવનાર છે.  તમને જણાવી દઈએ કે મુંબઈમાં ઓપન બસ ટ્રોફી ટૂરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તે સાથે જ વાનખેડે સ્ટેડિયમમાં BCCI સન્માન સમારોહ કરવામાં આવનાર છે. બસને તૈયાર કરવાની કામગીરી બોરિવલી ખાતે કરવામાં આવી હતી. (તમામ તસવીરો- નિમેશ દવે)

04 July, 2024 10:43 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાનખેડે સ્ટેડિયમમાં અંબાણી પરિવાર સાથે જાણીતા સિતારાઓ

સેમીફાઈનલ મેચ જોવા વાનખેડેમાં હાજર હતો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

World Cup 2023: Ambani family was present in Wankhede: India vs New Zealand સેમીફાઈનલ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ના થયું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમાં 2023 વનડે વિશ્વકપની પહેલી સેમીફાઈનલ મેચમાં ભારતે ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય લીધો. રોહિત શર્માએ ટૉસ જીત્યા બાદ કહ્યું હતું કે પિચ સારી છે, ટીમમાં કોઈપણ ફેરફાર કરવામાં નથી આવ્યા. ભારતીય ટીમના કૅપ્ટન રોહિત શર્મા અને ઓપનર શુભમન ગિલ, વિરાટ કોહલી સહિત બધા ખેલાડીઓએ પોતાની જબરજસ્ત બૅટિંગ અને બૉલિંગથી ન્યૂઝીલેન્ડની ટીમને ઘરભેગી કરી. આ રોમાંચક મેચને જોવા માટે અનેક બૉલિવૂડ સેલેબ્સ સામેલ થયા. જેમાં સૌથી પહેલા વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માનું નામ આવે છે આની સાથે જ રણબીર કપૂર, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા અને અંબાણીઝ પણ સ્ટેડિયમમાં જોવા મળ્યા. જુઓ તસવીરોમાં અંબાણી પરિવાર મેચનો આનંદ માણતાં...

16 November, 2023 07:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
 મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાનાર ટીમ ઈન્ડિયા માટે દાવ ગમે તેટલો વધારે છે. તસવીરો/સતેજ શિંદે

IND vs NZ Semi Final: કોઈ અયોધ્યાથી પગપાળા તો કોઈ પોસ્ટર લઈને પહોંચ્યાં સ્ટેડિયમ

IND vs NZ Semi Final: હાલમાં ભારતમાં વન ડે ક્રિકેટ વર્લ્ડ કપનો ઉત્સાહ ચરમસીમા પર છે. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. ભારત બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સાથે તેની સેમીફાઈનલ મેચ માટે ક્રિકેટ રસિયાઓની ભારે ભીડ જામી છે.

15 November, 2023 03:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટીમ ઇન્ડિયાની બસ પાસે ફૅન્સના ટોળેટોળાં જોવા મળ્યા હતા (તસવીર : સતેજ શિંદે)

India vs Sri Lanka : મુંબઈગરા પહોંચ્યા ટીમ ઇન્ડિયાને ચિયર કરવા

ગઈ કાલે શ્રીલંકા સામેની મૅચ વાનખેડે સ્ટેડિયમમાં હોવાથી હજારોની સંખ્યામાં શહેરીજનો રોહિત ઍન્ડ કંપનીને પાનો ચડાવવા પહોંચી ગયા હતા. (તસવીરો : સતેજ શિંદે)

03 November, 2023 12:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાનખેડે સ્ટેડિયમ (ફાઈલ તસવીર)

આ ૯ ગુજરાતણો વાનખેડે ગજવશે

આવતા મહિને પહેલી વાર મહિલાઓ માટેની ઇન્ડિયન પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ) શરૂ થવાની છે અને એ માટે કઈ પ્લેયરને પોતાની ટીમમાં સમાવવી એ આ ટુર્નામેન્ટના પાંચ ફ્રૅન્ચાઇઝી આસાનીથી નક્કી કરી શકે એ હેતુથી આજે વાનખેડે સ્ટેડિયમમાં ચાર દિવસની ‘પ્રેસિડન્ટ્સ કપ ફૉર વિમેન ટી૨૦’ નામની ટુર્નામેન્ટ શરૂ થઈ રહી છે જેમાં ભાગ લેનાર ૬૦માંથી ૯ ખેલાડી ગુજરાતી છે.

07 February, 2023 07:51 IST | Mumbai | Ajay Motivala

વિડિઓઝ

PMના નિવાસ સ્થાને ટીમ ઈન્ડિયાનું વિશેષ સ્વાગત, મુંબઈમાં ભવ્ય રોડ શોનું આયોજન

PMના નિવાસ સ્થાને ટીમ ઈન્ડિયાનું વિશેષ સ્વાગત, મુંબઈમાં ભવ્ય રોડ શોનું આયોજન

બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમ દિલ્હી પહોંચી હતી, ત્યારે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટની બહાર સેંકડો ફેન્સે ખેલાડીઓનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટીમને સન્માનિત કરવા માટે સવારે ૧૧ વાગ્યે તેમના નિવાસસ્થાને રિસેપ્શનનું આયોજન કરશે. બાદમાં, તેઓ નરીમાન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધીના રોડ શો માટે મુંબઈ જશે, ત્યારબાદ વાનખેડે ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાશે જ્યાં ટીમ, કોચ અને સપોર્ટ સ્ટાફને BCCI તરફથી ૧૨૫ કરોડ રૂપિયાના રોકડ ઈનામથી સન્માનિત કરવામાં આવશે.

04 July, 2024 09:48 IST | New Delhi
ICC World Cup 2023: વાનખેડે સ્ટેડિયમ બહાર ભારત-શ્રીલંકા મૅચ માટે ચાહકોમાં ઉત્સાહ

ICC World Cup 2023: વાનખેડે સ્ટેડિયમ બહાર ભારત-શ્રીલંકા મૅચ માટે ચાહકોમાં ઉત્સાહ

ICC વર્લ્ડ કપ 2023માં આજે ભારત અને ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકાનો મુકાબલો થશે. રમત પહેલા ક્રિકેટ ચાહકોએ આગામી મેચને લઈને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. ચાહકો મરીન ડ્રાઇવ પ્રોમેનેડ પર એકઠા થયા હતા અને ભારત વિરુદ્ધ શ્રીલંકા મેચ પહેલા વાનખેડે સ્ટેડિયમની બહાર જલ્લોશ કરતા જોવા મળ્યા હતા. ચર્ચગેટના વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચેની ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની મેચ પહેલા સ્ટેડિયમમાં આવતાં જ ભારતીય ક્રિકેટ ટીમના ચાહકોએ તાળીઓ પાડી હતી.

02 November, 2023 02:35 IST | Mumbai
વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકરનું ‘માસ્ટર બ્લાસ્ટર’ સ્ટેચ્યુથી સન્માન!

વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકરનું ‘માસ્ટર બ્લાસ્ટર’ સ્ટેચ્યુથી સન્માન!

સચિન તેંડુલકરની આજીવન પ્રતિમાનું અનાવરણ 01 નવેમ્બરના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું. ભારત-શ્રીલંકા ICC વર્લ્ડ કપ 2023ની પૂર્વ સંધ્યાએ 200 ટેસ્ટના અનુભવી સચિન તેંડુલકરની આજીવન પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા તેંડુલકરના જીવનના 50 વર્ષને સમર્પિત છે અને સ્ટેડિયમમાં સચિન તેંડુલકર સ્ટેન્ડ પાસે MCA દ્વારા સ્થાપિત કરવામાં આવી છે.

02 November, 2023 12:07 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK